Abtak Media Google News

કેન્દ્ર અને રાજ્ય સરકાર વતી સોલીસીટર જનરલ તુષાર મહેતાને રાજ્યપાલ સમક્ષ રજૂ કરાયેલા પુરાવાઓના આધારે રાજ્યપાલે બંધારણીય રીતે યોગ્ય નિર્ણય લીધાની દલીલો કરીને મહારાષ્ટ્રના આ કેસને કર્ણાટકના કેસ કરતા અલગ ગણાવ્યો

દેશના રાજકીય, સામાજિક, ધાર્મિક ચળવળના કેન્દ્રબિંદુ ગણાતા મહારાષ્ટ્રમાં છેલ્લા એક માસથી રાજકીય અસમંજસની સ્થિતિ ચાલી રહી છે. જેમાં ગત શુક્રવાર સાંજ સુધી શિવસેના એનસીપી અને કોંગ્રેસના ટેકાથી સરકાર રચશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ રાતોરાત ખેલાયેલા રાજકીય ઘટનાક્રમમાં સવારે ભાજપે એનસીપીના અજીત પવારના ટેકાથી નવી સરકાર રચીને શપવિધિ પણ યોજી નાખી હતી. આ નવી સરકારની રચના સામે શિવસેના, એનસીપી અને કોંગ્રેસે સંયુક્ત રીતે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. સુપ્રીમ કોર્ટના જજ એન.વી.રમન્ના, અશોક ભુષણ અને સંજીવ ખન્નાની બેન્ચે આજે આ કેસની સુનાવણી હાથ ધરી હતી. જેમાં બન્ને પક્ષોએ સામસામી દલીલો કરી હતી. આ લખાય છે ત્યારે બન્ને પક્ષો વચ્ચે દલીલોનો સામ સામે દોર ચાલુ છે. બપોર સુધીમાં આ બેન્ચ હુકમ કરે તેવી સંભાવના છે.

આજે સવારે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે કેસની સુનાવણી કરી હતી. ત્યારે રાજ્યપાલ ભગતસિંહ કોશીયારી વતી સોલીસીટર જનરલ તુષાર મહેતાએ દલીલો કરી હતી. મહેતાએ રાજ્યપાલના આદેશનો ચુકાદાને પડકારી શકાય તેવો પ્રર્શ્ર્ના ઉભો કર્યો હતો. રાજ્યપાલે નવ નવેમ્બર સુધી તમામ પક્ષોને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. પરંતુ એક પણ પક્ષ સરકાર રચવાની સ્થિતિમાં ન હોય રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું હતું જે ૧૨ નવેમ્બર બાદ આ અરજી કરનારા શિવસેના, એનસીપી કે કોંગ્રેસે સરકાર રચવા રાજ્યપાલનો સંપર્ક કર્યો ન હતો. તેમ તુષાર મહેતાએ દલીલો કરી હતી. જે બાદ મહેતાએ રાજ્યપાલને અજીત પવારે ૨૨મી નવેમ્બરે ભાજપને એનસીપીના ટેકાના પત્ર આપવામાં આવ્યાનું જેમાં એનસીપીના ૫૪ ધારાસભ્યોની સહી હતી અને અજીત પવારે તેમાં જણાવ્યું હતું કે, તેઓ વિધાનસભામાં એનસીપી પક્ષના નેતા છે જેથી રાજ્યપાલે ભાજપને આમંત્રણ આપ્યું હતુ.

7537D2F3 1

રાજ્યપાલ વતી તુષાર મહેતાએ વધુમાં તેમનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે, ફડણવીસને ભાજપના ૧૦૫ ધારાસભ્યો ઉપરાંત ૧૫ અપક્ષ ધારાસભ્યો અને ૫૪ એનસીપી ધારાસભ્યોનો ટેકો હોય તેમને રાષ્ટ્રપતિ શાસન હટાવવા ભલામણ કરીને જેને રાષ્ટ્રપતિએ મંજૂર કરતા નવી સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. જે બાદ ફડણવીસને શપથવિધિ માટે સમય પુછવામાં આવતા તેઓએ સવારે આઠ વાગ્યાનો સમય નક્કી કર્યો હતો. જેથી સવારે દેવેન્દ્ર ફડણવીસની મુખ્યમંત્રીપદે અને અજીત પવારની ઉપમુખ્યમંત્રી પદે શપવિધિ કરાવવામાં આવી હતી. આમ આ સમગ્ર ઘટનાક્રમમાં રાજ્યપાલે બંધારણ મુજબ કામગીરી કરી છે. જ્યારે ભાજપ અને અમુક અપક્ષ ધારાસભ્યો વતી સિનિયર એડવોકેટ મુકુલ રોહતગીએ દલીલો કરી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે, આ મામલો કર્ણાટકમાં થયેલા યેદુરપ્પા કેસની અલગ છે. જેથી તુરંત વિધાનસભામાં ફલોર ટેસ્ટ આપવાની જરૂર નથી. આ કેસમાં વિસ્તૃત સુનાવણી કરવાની માંગ કરી હતી.

દરમિયાન બેન્ચના જસ્ટીસ ખન્નાએ હાલમાં અજીત પવારને એનસીપીનો ૫૪ ધારાસભ્યોને ટેકો છે. તેવો પ્રર્શ્ર્ના કરતા રોહતગીએ જણાવ્યું હતું કે, ખબર ની એનસીપીના ધારાસભયોમાં આપી વિવાદ છે. હવે જે નક્કી થશે તે વિધાનસભાના ફલોર પર નક્કી થશે. તેમને અરજકર્તાઓની મુખ્ય માંગ રાજ્યપાલના નિર્ણય રદ્દ કરવામાં આવે તે છે. પરંતુ રાજ્યપાલ જે નિર્ણય લીધો છે તે બંધારણ મુજબ લેવામાં આવ્યો છે. રાજ્યપાલે વિધાનસભામાં ફલોર ટેસ્ટ માટે ૩૦ નવેમબર સુધીનો સમય આપ્યો છે. જેમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. રાજ્યપાલ પાસે રજૂ કરેલા દસ્તાવેજોના આધારે નિર્ણય લીધો હોય તેમાં કોર્ટમાં દખલ કરવી ન જોઈએ. સોલીસીટર જનરલ તુષાર મહેતાએ વધુમાં દલીલ કરતા જણાવ્યું હતું કે, શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ધારાસભ્યો તુટવાનો ભય છે. તેથી અરજી કરી છે. આ ધારાસભ્યોને નક્કી કરવા દો તેમને કોની સાથે જવું છે. તેમને સરકારને આ મુદ્દે વિસ્તૃત જવાબ આપવા માંગે છે. જેથી આ અરજીને તાત્કાલીક આદેશ આપવાના બદલે દરેક પક્ષોને સાંભળ્યા બાદ આદેશ કરવો જોઈએ.

7537D2F3 1

મહારાષ્ટ્રમાં હાઈ-વોલ્ટેજ રાજકીય વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે ગઈકાલે રવિવારની રજા પર દેવેન્દ્ર ફડણવીસ સરકારની રચનાને પડકારતી કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાની અરજી પર સુનાવણી કરી હતી. ત્રણ જજોની બેંચે જણાવ્યું હતું કે, બહુમતી સાબિત કરવાનો એકમાત્ર રસ્તો ફ્લોર ટેસ્ટ છે, પરંતુ અમે પહેલા ફડણવીસ દ્વારા ધારાસભ્યો તરફથી આપેલા ટેકોના પત્રો અને સરકાર બનાવવા માટે રાજ્યપાલના પત્રને જોવાની ઇચ્છા છે. તે પછી યોગ્ય હુકમ જારી કરી શકાય છે. કોર્ટે બંને પત્રો આજે રાત્રે સાડા દસ વાગ્યા સુધીમાં રજૂ કરવા જણાવ્યું હતું અને આ મામલે કેન્દ્ર, મહારાષ્ટ્ર, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારને નોટિસ ફટકારી છે. જેની આજે સવારે સુનાવણી થઈ હતી. મહા વિકાસ આગાડી (શિવસેના, એનસીપી અને કોંગ્રેસ) વતી કહેવામાં આવ્યું હતું કે ફડણવીસ પાસે પૂરતી સંખ્યા નથી. કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ તેમની તરફથી રજૂ કરેલું કહ્યું કે જો ભાજપ પાસે બહુમતી છે તો ૨૪ કલાકમાં સાબિત કરો.

મહાવિકાસ આઘાડી દ્વારા આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, કેબિનેટની બેઠક વિના રાષ્ટ્રપતિ શાસન હટાવવું વિચિત્ર અને લોકશાહીની હત્યા છે. જ્યારે એનસીપીના ૪૧ ધારાસભ્યો સાથે ન હોય ત્યારે સરકાર રચવાની મંજૂરી રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ આપી છે. જેથી તેઓ કેન્દ્રના નિર્દેશન પર સીધા કામ કરતા હોય તેવું લાગે છે. મહારાષ્ટ્ર ભાજપ અને અપક્ષ ધારાસભ્યો વતી મુકુલ રોહતગીએ રવિવારે સુનાવણી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે કટોકટી નથી. પહેલા બોમ્બે હાઈકોર્ટ જવું જોઈએ. ત્રણેય પક્ષોને સમય આપવામાં આવ્યો હતો. ગત મહિને ગઠબંધનમાં ભાજપ અને શિવસેનાએ વિધાનસભાની ચૂંટણી લડી હતી અને બંનેએ અનુક્રમે ૧૦૫ અને ૫૬ બેઠકો જીતી હતી. જોકે, શિવસેનાએ મુખ્ય પ્રધાન વિભાગને લઈને ભાજપ સાથેના ત્રણ દાયકા જુના સંબંધોને તોડી નાખ્યા હતા. કોંગ્રેસ અને એનસીપીએ વિધાનસભાની ચૂંટણીમાં અનુક્રમે ૪૪ અને ૫૪ બેઠકો જીતી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણેય મુખ્ય પાર્ટીઓને કોર્ટમાંથી ચુકાદો આવ્યા પછી જે સ્થિતિ ઉભી નારી છે. તેની તૈયારી માટે ફરી એક વાર શિવસેના-કોંગ્રેસ-એનસીપી નેતા મીટિંગ કરશે. ત્રણેય વિપક્ષી પાર્ટીઓએ તેમના ધારાસભ્યોને મુંબઈની બહાર નથી મોકલ્યા. રવિવારે ઉપમુખ્યમંત્રી બન્યાના ૩૦ કલાક પછી અજીત પવાર ટ્વિટરથી સામે આવ્યા હતા. એક પછી એક ટ્વિટ કરીને તેમણે વડાપ્રધાન મોદી સહિત ભાજપના ઘણાં સીનિયર નેતાઓનો આભાર માન્યો હતો. અજીત પવારે ટ્વિટર પર તેમનું સ્ટેટ્સ ચેન્જ કરીને ઉપમુખ્યમંત્રી પણ લખ્યું હતું. અજીતે એક ટ્વિટમાં કહ્યું છે કે, હું એનસીપીમાં જ રહીશ અને શરદ પવાર જ અમારા નેતા છે. તેમણે એવું પણ કહ્યું કે, ભાજપ-એનસીપીનું ગઠબંધન મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર આપશે. જોકે આ ટ્વિટ પછી એનસીપી પ્રમુખ શરદ પવારનું એક ટ્વિટ સામે આવ્યું છે. તેમાં લખ્યું છે કે, ભાજપ સાથે ગઠબંધનનો કોઈ સવાલ જ નથી. એનસીપીએ એકમતથી સરકાર ગઠન માટે શિવસેના-કોંગ્રેસ સાથે ગઠબંધનનો નિર્ણય કર્યો છે. તેમણે આગળ કહ્યું કે, અજીત પવારનું નિવેદન ખોટું અને લોકોને ભ્રમિત કરે તેવુ છે. તેઓ લોકોની વચ્ચે ખોટી ધારણાં બનાવવા માંગે છે.

પવારના આ ટ્વિટના તુરંત પછી એનસીપી ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવેલા જયંત પાટીલે પણ ટ્વિટ કરીને અજીત પવારને ઘર વાપસીની અપીલ કરી હતી. તેમણે મરાઠીમાં ટ્વિટ કર્યું હતું, તેમાં લખ્યું હતું- શરદ પવારના નિર્ણયનું સન્માન કરીને પરત આવી જાઓ. રવિવારે મોડી સાંજે એનસીપી નેતા નવાબ મલિકે દાવો કર્યો છે કે, અમારી પાસે ૫૦ ધારાસભ્યોનું સમર્થન છે. પરંતુ ૪ લોકોને ભાજપે ક્યાંક છુપાવીને રાખ્યા છે. જોકે તે ચારેય અમારા સંપર્કમાં છે અને તેઓ ચોક્કસ પરત આવી જશે. અજીત પવારનું વલણ જોઈને એનસીપીએ તેમના દરેક ધારાસભ્યોને હોટલ રેનેસાંમાંથી હયાતમાં શિફ્ટ કરી દીધા છે. એનસીપી નેતા જીતેન્દ્ર ચૌહાણે આરોપ લગાવ્યો છે કે, પોલીસવાળાઓ હોટલમાં સાદા ડ્રેસમાં ફરી રહ્યા છે. તેમણે આવા ત્રણ પોલીસવાળાને પકડ્યાં છે. તેમણે શંકા વ્યક્ત કરી છે કે, પોલીસવાળાઓ અહીં થતી વાતચીત ભાજપ સુધી પહોંચાડી રહ્યા છે. કોંગ્રેસ નેતા અશોક ચૌહાણે પણ આરોપ લગાવ્યો છે કે, ભાજપ નેતાઓએ અમારા ધારાસભ્યો તોડાવા માટે હોટલોમાં રૂમ બુક કરાવ્યા છે. પરંતુ અમારા ધારાસભ્યો એકજૂથ છે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યમંત્રી અજીત પવાર શપથ લીધા પછી સોમવારે પહેલી ઓફિશિયલ મીટિંગ કરવાના છે. આ બેઠકમાં તેઓ વરસાદમાં ખેડૂતોના બરબાદ થયેલા પાક મામલે ખેડૂતોને રાહત આપવાના પગલાં વિશે ચર્ચા-વિચારણા કરશે. જ્યારે શરદ પવાર આજે મહારાષ્ટ્રના કરડામાં રહેશે. તેઓ પૂર્વ મુખ્યમંત્રી યશવંતરાય ચૌહાણની પુણ્યતિથિના આયોજીત કાર્યક્રમમાં સામેલ થવાના છે.

7537D2F3 1

આ અગાઉ રેનેસા હોટેલમાં શરદ પવારના વડપણ હેઠળ એનસીપી ધારાસભ્યોની એક બેઠક યોજાઈ હતી. જેમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને સાંસદ સંજય રાઉત પણ ઉપસ્થિત રહ્યા હતા. ઠાકરેએ કહ્યું હતું કે ચિંતા ન કરો, અમારું ગઠબંધન લાંબા સમય સુધી રહેશે. પવારે કહ્યું હતું કે એનસીપી નક્કી કર્યું છે કે શિવસેના-કોંગ્રેસ સાથે મળી સરકારની રચના કરશે. બીજીબાજુ અજીત પવારે લખ્યું હતું કે-ધન્યવાદ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી. અમે તમને સ્થિર સરકારનો વિશ્વાસ આપી છીએ, જે રાજ્યના લોકોના કલ્યાણ માટે કામ કરશે. શિવસેનાએ પવઈ મુંબઈની હોટલ ધ લલિત, કોંગ્રેસના ધારાસભ્યને ઝેડબ્લ્યૂ મેરિયટ હોટલમાં રોકાયા છે. ૮ અપક્ષ ધારાસભ્ય ગોવાના એક રિઝોર્ટમાં રોકાયા છે. જેમાંથી મોટાભાગના એવા છે, જે શિવસેનાને સમર્થન આપવાની જાહેરાત કરી ચુક્યા છે. શિવસેનાના હોટલ ધ લલિતમાં રહેલા ધારાસભ્યોને મળવા ઉદ્ધવ ઠાકરે પહોંચ્યા. ઉદ્ધવે પણ એવું કહ્યું કે, તેઓ કોંગ્રેસ ધારાસભ્યો સાથે પણ મુલાકાત કરશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પાર્ટીના ધારાસભ્યોને મળવા માટે ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. સાથે જ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પણ હાજર છે.

ધારાસભ્ય નીતિન પવાર માટે ગુમ થયા હોવાની ફરિયાદ કરાઈ હતી. જે અંગે નિતીને જણાવ્યું હતું કે, મારા પરિવારના લોકો હેરાન ન થતા, હું શરદ પવાર, અજીત પવાર અને છગન ભુજબલ સાથે છું. શનિવારે ગુમ થયેલા એનસીપી ધારાસભ્ય માણિકરાવ રેનસા હોટલ પહોંચ્યા હતા. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, તેઓ અજીત પવાર સાથે રાજ્યપાલ નિવાસ ગયા હતા. શરદ પવારે રેનસા હોટલમાં એનસીપીના ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી. શરદ પવારે રેનસા હોટલમાં એનસીપી ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી. તમામ પક્ષોએ કોમન નંબર જાહેર કર્યો છે, જેના દ્વારા ધારાસભ્યોના પરિવારજનો ધારાસભ્યો સો ચર્ચા કરી શકે છે. શનિવારે રેનસામાં રોકાયેલા એનસીપી ધારાસભ્ય સંગ્રામ જગતાપ આંટો ચાલવા માટે બહાર નીકળ્યા હતા, પણ તેમને પાર્ટીના અન્ય નેતા પાછા લઈને આવ્યા હતા.

દરમિયાન એનસીપીના ધારાસભ્યોએ એવો દાવો કર્યો હતો કે, અજિત પવાર તેમને બોલાવીને તેમને મંત્રી પદની ઓફર કરી રહ્યા છે. હોટેલમાં રોકાતા ધારાસભ્યોની મુલાકાત લેતા શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને એનસીપીના ધારાસભ્યોએ ફરિયાદ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર શરદ પવારે ધારાસભ્યોને પૂછ્યું કે શું તેમને આ સ્થિતિમાં કોઈ સમસ્યા છે. આના પર કેટલાક ધારાસભ્યોએ કહ્યું કે અજિત પવારે ફોન કર્યો હતો અને તેમને મંત્રી પદની ઓફર કરી હતી. નોંધપાત્ર વાત એ છે કે એનસીપી, કોંગ્રેસ, શિવસેનાની બેઠક લગભગ એક મહિનાથી ચાલી રહી છે. મામલો લગભગ ત્યારે જ અંતિમ તબક્કે હતો જ્યારે એનસીપીના પ્રમુખ શરદ પવારના ભત્રીજા અજિત પવારે નવી રાજકીય સ્થિતિ પલટાવી દીધી હતી અને ભાજપ સાથે સત્તાનો માર્ગ અપનાવ્યો.

ભાજપને ટેકો આપનારા અપક્ષ ધારાસભ્ય વિનય કોરે કહ્યું હતું કે, એનસીપીમાં બે જૂથો જોવા મળી ર્હયાં છે. હવે અમારે ફ્લોર ટેસ્ટ દ્વારા એ જોવાનું છે કે કયુ જુ મોટુ છે. કેટલા ધારાસભ્યો અજિત પવારની સાથે છે અને કેટલા ધારાસભ્યો શરદ પવારની સાથે છે અને શું આ બંને સાથે ચાલે છે. અજિત પવારના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયેલા એનસીપીના ધારાસભ્ય દિલીપ બાંકર કહ્યું હતું કે,  હું હંમેશાં શરદ પવાર સાથે રહ્યો છું. હું તેમને મળ્યો અને કહ્યું કે મારું બાળક બીમાર છે, મારે નાસિક જવું છે, તેથી હું મીટિંગમાં આવી શક્યો નહીં. અમે ભાજપને નહીં પણ એનસીપીને સમર્થન આપી રહ્યા છીએ.

દરમિયાન અજીત પવારના ટેકામાં રહેલા અને દિલ્હી મોકલી દેવાયેલા એનસીપીના બે ધારાસભ્યોને એનસીપીની યુવા પાંખના આગેવાનો પરત મુંબઈ લાવ્યાનો દાવો કરવામાં આવ્યો છે. આ બન્ને ધારાસભ્યોને એનસીપીના ધારાસભ્યોને મુંબઈમાં જ્યાં રખાયા છે ત્યાં હોટલ હયાતમાં મોકલી દેવાયા છે. આ હોટલમાં હાલ એનસીપીના ચૂંટાયેલા ૫૪ માંી ૫૨ ધારાસભ્યો હોવાનું એનસીપીના વરિષ્ઠ નેતાઓએ દાવો કર્યો છે. આજે બપોર બાદ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ તેના ધારાસભ્યોને રાજ્યપાલ પાસે ઓળખપટો કરાવીને પોતાની પાસે બહુમતિ હોવાનું પુરવાર કરવા પ્રયાસ કરનારી હોવાનું પણ જાણવા મળ્યું છે. શિવસેના અને કોંગ્રેસે પણ તેમના ધારાસભ્યોને ભાજપ ઓપરેશન લોટ્સ હેઠળ ખેંચી ન જાય તે માટે આગોતરૂ આયોજન ઘડી કાઢયું છે.

વિધાનસભામાં બહુમતિ પૂરવાર કરવા ભાજપ ‘ઓપરેશન લોટ્સ’ હાથ ધરશે

મહારાષ્ટ્રમાં ચાલતા રાજકીય ધમાસણનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોચ્યો છે ત્યારે સુપ્રીમકોર્ટે ભાજપને આગામી સમયમાં વિધાનસભામાં બહુમતી પૂરવાર કરવાનો હુકમ કર્યો છે. જયારે રાજયપાલે ફડણવિશ સરકારને ૩૦મી નવે. સુધીમાં વિધાનસભામાં બહુમતિ પૂરવાર કરવાનો આદેશ કર્યો હતો. જેની વિધાનસભામાં બહુમતિ પૂરવાર કરવા ભાજપે ‘ઓપરેશન લોટ્સ’ હાથ ધરવાનો નિર્ણય કર્યો છે જે માટે ગઈકાલે મુંબઈમાં ભાજપના વરિષ્ટ નેતાઓની એક બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપે તેના ચાર વરિષ્ટ નેતાઓને શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપ તરફે લાવવાની જવાબદારી સોપી છે.

દાદરમાં આવેલા મુંબઈ ભાજપ કાર્યાલય ખાતે રવિવારે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, ચંદ્રકાંત પાટિલ, રેલ્વે મંત્રી પિયુષ ગોયલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, મેરેથોન બેઠકમાં તમામ પાસાઓ પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી હતી. આ અંગે આશિષ શેલારે જણાવ્યું હતું કે બેઠકમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને અભિવાદન કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. રાજ્યમાં ફડણવીસ-પવારની સરકાર આવતા લોકોમાં વિશ્વાસ અને ખુશીનું વાતાવરણ છે. ભાજપ કોર કમિટીની બેઠક પણ વિધાનસભા પક્ષની બેઠક બાદ તુરંત મળી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના સંભવિત નિર્ણયને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી.

શિવસેના, કોંગ્રેસ-એનસીપીએ તેમના ધારાસભ્યોને તુટતા બચાવવા હોટલોમાં રોકયા છે. ત્યારે ભાજપે કહ્યું છે કે તેઓને તેમના ધારાસભ્યો પર વિશ્વાસ છે. આશિષ શેલારે કહ્યું કે ભાજપના ધારાસભ્યો ક્યાંય જતા નથી, કેમ કે તેમને તેમની પાર્ટીના નેતૃત્વ પર વિશ્વાસ છે. કેટલાક લોકો લોકશાહીની વાત કરી રહ્યા છે, જ્યારે તેઓએ તેમના ધારાસભ્યોને હોટલોમાં કેદ કર્યા છે, શું આ લોકશાહી છે. તેમને દાવો કર્યો હતો કે, ભાજપ્ને સંપૂર્ણ ખાતરી છે કે તેની પાસે બહુમતિ જાદુઈ આંકડો છે. રવિવારે બીજેપીએ અપક્ષ અને નાના પક્ષના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. ભાજપનો દાવો છે કે તેને ૨૯ અપક્ષ ધારાસભ્યોમાંથી ૧૬નું સમર્થન છે.

ઓપરેશન લોટ્સ અંતર્ગત ભાજપ વિપક્ષી ધારાસભ્યોને ભાજપમાં લાવવા તેના ચાર નેતાઓને સોંપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નારાયણ રાણે, રાધાકૃષ્ણ વિખે પાટીલ, ગણેશ નાઈક અને બબનરાવ પચપુતેને અન્ય પક્ષોના ધારાસભ્યોનો સંપર્ક કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આમાંથી રાણે-વિખે પાટીલે કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા છે. અને નાઈક અને પચપુતે એનસીપી છોડીને ભાજપમાં જોડાયા છે.

મહારાષ્ટ્રના રાજકીય વિવાદના પડઘા કાલથી સંસદમાં પડશે

મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા એક મહિનાથી ભારે ઉથલપાથલ અને વળાંકના સિલસિલા સાથે ચાલેલા રાજકીય સંઘર્ષના ઓછાયા આવતીકાલથી શરુ થનારા સંસદના શિયાળુ સત્રમાં અવશ્ય પણે દેખાશે તેવું નિશ્ર્ચિતપણે મનાઇ રહ્યું છે. મંગળવારથી શરુ થનારા શિયાળુ સત્ર પૂર્વે કોંગ્રેસના સાંસદોએ રવિવારે દિલ્હીમાં એક બેઠક યોજી હતી જેમાં સંસદના બન્ને ગ્રહોમાં પ્રારંભથી જ ધેરાવા અને દેખાવો  માટે રણનિતિની સાથે સાથે આ મામલે સુપ્રિમ કોર્ટની કાનુની ગતિ વિધ પર નજર રાખવાનું નકકી કરાયું હતું.

મહારાષ્ટ્રમાં રાજકીય વિવાદના પડછાયા મંગળવારે મળનાર સંસદના શિયાળુસત્ર પર નિશ્ર્ચિત પણ પડશે તેવું મનાઇ રહ્યું છે. કોંગ્રેસે દેશના તમામ વિપક્ષો સાથે સંકલન કરી સંસદના બન્ને ગૃહોમાં મંગળવારે થી જ સરકારનો વિરોધ કરવાનું નકકી કયુૃ છે. કેટલાંક નેતાઓએ એવો નિર્દેશ આપ્યો છે કે મહારાષ્ટ્રના રાજકીય દાવપેચમાં સંસદના ઘેરા પડઘા પડશે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાનના સંબોધનમાં ભારે અફડા તફડીનો માહોલ સર્જાય તેવું દેખાઇ રહ્યું છે. વિપક્ષના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે મહારાષ્ટ્રમાં મોદી સરકાર બંધારણથી ઉપરવટ જઇ ચૂકી છે. કોંગ્રેસના કેટલાક સાંસદોએ રવિવારે નવી દિલ્હીમાં બેઠક યોજી સંસદના બન્નો ગૃહોમાં મંગળવારથી દેખાવો શરુ કરવાનું નકકી કર્યુ છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં ચાલનારી ગતિવિધિઓ પર પણ નજર રાખવામાં આવશે. જે રીતે મોદી સરકાર મહારાષ્ટ્રમાં કામ કરી રહી છે. અને તેની પઘ્ધતિ અંગે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. આ મુદ્દે કોંગ્રેસે તમામ વિપક્ષી નેતા આ ચર્ચામાં સામેલ થયા હતા.

કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટમાં મહારાષ્ટ્રના રાજયપાલે દેવેન્દ્ર ફડણવીશને સરકાર રચવા માટે આપેલા આમંત્રણ પત્રને કાયદાકીય રીતે પડકાર આપવામાં આવ્યો છે. હું કોર્ટનો આભારી છું કે રવિવા હોવા છતાં અમારી અરજી અંગે સુનાવણી હાથ ધરી હતી. ફડણવીશે સરકારની સરકાર રચવાની ગેરકાયદેસરની અને બંધારણ્ય રીતે અવૈધ ગણી શકાય તેવી પઘ્ધતિ સામે ગૃહમાં ધારાસભ્યોની મત માટે ધોડા દોડ રેસ ખેંચ સર્જાય છે તે પહેલા સુપ્રિમ કોર્ટે જે રીતે મહારાષ્ટ્રનો મુદ્દો હાથ ઉપર લીધો છે. તે વિપક્ષોનો વિજય હોવાનો મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે નવી દિલ્હીમાં જણાવ્યું હતું.

કોંંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે હવે તો સ્પષ્ટ થઇ ગઇ છે કે ભાજપ પુરતી બહુમતિ ના દાવા વચ્ચે પણ ગૃહમાં વિશ્ર્વાસ પ્રસ્તાવ સ્થિતિથી દુર ભાગી રહીછે. કોંગ્રેસના અભિષેક સંધવીએ ભાજપનાએ દાવાને પણ ખોટો ગણાવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અજીત પવાર એનસીપી ના વ્હિપ મુજબ સરકારને ટેકો આપે છે અભિષેક સંધવીએ જણાવ્યું હતું કે અજીત પવાર એનસીપીના વ્હિપ મુજબ કામ કરે છે. તેમની પાસે માત્ર ત્રણ થી ચાર ધારાસભ્યોનો જ ટેકો છે. વળી એનસીપીએ પક્ષનો નવો વ્હિપ જામી કર્યો છે અને પક્ષના તમામ ધારાસભ્યોએ વ્હિપ મુજબ વિશ્ર્વાસ પ્રસ્તાવ વખતે મતદાન કરશે. એ વાત નિશ્ર્ચિત છે કે મહારાષ્ટ્રનો આ મુદ્દો સંસદના શિયાળ સત્રમાં રાજકીય ધમાસાણ સર્જશે દેવેન્દ્ર ફણવીશ અને અજીત પવારની બેલડી શિયાળુ સત્રમાં ચર્ચાના કેન્દ્રમાં રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.