દ્વારકા બેઠક પર પબુભા માણેકની સતત સાતમી વખત શાનદાર જીત

pabubha manek
pabubha manek

ભાજપ દ્વારા જીતની ઉજવણી: આતશબાજી કરી મીઠાઈઓ વહેંતી

૮૨-દ્વારકા કલ્યાણપુર વિધાનસભા મત વિસ્તારમાં સતત છ ટર્મથી ચૂંટાતા ભાજપના પબુભા માણેક અને કોંગ્રેસના મેરામણ ગોરિયા વચ્ચે સિધ્ધિ ટક્કર હતી જેમાં ફરી એક વખત પબુભા માણેકનો પાંચ હજાર આઠસો મતે વિજય થયો હતો.

આ સાથે આ વિધાનસભા સીટ પર પબુભા માણેક ફરી એકવાર વિજેતા બનતા અજેય રહ્યાં હતાં. ૮૨-દ્વારકા સીટ પરના ઓખા મંડળ અને બારાડી પંથકમાં ઓખામંડળમાં ભાજપ તરફી જોક જોવા મળ્યો હતો. જયારે બારાડી પંથકમાં કોંગ્રેસનું જોર જોવા મળ્યું હતું. જેમાં અંતે પબુભા માણેકનો ૫૮૦૦ માટે વિજય થયો હતો.

વિજય બાદ પબુભા માણેકના પુત્ર સહદેવસિંહ માણેક દ્વારકા સભાને સંબોધતા જણાવેલ કે ગુજરાતની પ્રજાની સાથે સાથે દ્વારકાની પ્રજાએ પણ નરેન્દ્ર મોદીની વિકાસલક્ષી રાજનીતિને માન્ય રાખતા ફરીવાર દ્વારકામાં કમળ ખીલાવ્યું છે. આ સાથે તેમને દ્વારકા તથા કલ્યાણપુર વિસ્તારની જનતાનો જાહેર આભાર માન્યો હતો. પબુભા માણેકના અનુજભાઈનું બે દિવસ પહેલા જ અવસાન થયેલ હોય તેઓ જાહેરમાં આવ્યા ન હતા.

Loading...