Abtak Media Google News

જમ્મુ  કાશ્મીરના પુલવામાં તા. ૧૪/૦૨/૨૦૧૯ નાં આત્મધાતી હુમલામાં આપણાં દેશના ૪૪ જેટલાં જવાનો શહીદ થયાના સમાચાર સાંભળી સમગ્ર રાષ્ટ્ર શોકગ્રસ્ત અને સ્તબ્ધ છે. આવા કટોકટીના સમયે શહીદ થયેલાઓના પરિવારજનોને સાંત્વના અને શ્રધ્ધાંજલિ આપવાની સાથે સાથે પોતાની શકિત મુજબ યથાયોગ્ય આર્થિક સહયોગ આપવાની રાષ્ટ્રના દરેક નાગરીકની ફરજ છે. આ માટે  ડે. કલેકટરશ્રી  પંકજસિંહજી કે. જાડેજા મેમોરીયલ ગ્રુપ કે જેઆ રાજકોટ અને જામનગર જીલ્લામાં બ્લડ ડોનેશન   કેમ્પ, વસ્ત્રદાન, મેડીકલ સહાય કેમ્પ જેવી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ ત્રણ વર્ષ પહેલા અકસ્માતમાં  નિધન પામેલાં પ્રખર રાષ્ટ્રવાદી અને ગુજરાત સરકારના કર્મનિષ્ઠ અધિકારી  પંકજસિંહજીની યાદમા  તેઓના બહોળા મિત્રવર્તુળ તથા પરિવારજનોના દ્વારા  કરવામાં આવે  છે. આ કપરીવેળાએ શહીદોના પરિવારજનોને મદદરૂપ થવા આ મેમોરીયલ ગ્રુપના માધ્યમથી પંકજસિંહના પિતાશ્રી પ્રોફે. કે. યુ. જાડેજા (નિવૃત અધ્યાપક) અને અનુજશ્રી ડો. એ. કે. જાડેજા (ડે. રજીસ્ટ્રાર-ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી) દ્વારા રૂ. ૨૫૦૦૦/-શહીદ કલ્યાણ નિધિમાં આપવાની જાહેરાત કરેલ છે.

ખરેખર આપણે જો શહીદોની યાદમાં તેમના પરિવારો માટે કંઇક કરવા માંગતાં હોઇએ તો, બોલીવુડના ખ્યાતનામ સ્ટાર અક્ષયકુમારે સને-૨૦૧૭ થી લોંચ કરેલી  ભારત કે વીર મોબાઇલ એપ્લીકેશન ગુગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવી જોઇએ. ભારત સરકારના સહયોગથી શરૂ કરેલી આ વેબસાઈટ અને મોબાઇલ એપ્લીકેશન દ્વારા શહીદ થયેલ જવાનોના પરિવારને આપ Direct Fund સહાય પહોંચાડી શકો છો. આ એપ્લીકેશનમાં શહીદ થયેલા જવાનોની અને તેના પરિવારજનમાં કોણ વારસદાર છે વિગતો હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.