કોવિડ-૧૯ને નાથવા પંચગવ્ય આયુર્વેદ ચિકિત્સા રિસર્ચ શરૂકરાશે

રાષ્ટ્રીય કામધેનું આયોગના નેતૃત્વ હેઠળ દેશની ૧૦ કોવિડ હોસ્પિટલમાં કિલનીકલ ટ્રાયલ હાથ ધરાશે

રાષ્ટ્રીય કામધેનું આયોગ ગાયની સમગ્રતયા ઉપયોગીતા દ્વારા સમાજ કલ્યાણ અને રાષ્ટ્ર વિકાસ માટે કાર્યરત છે. શાસ્ત્રોમાં ગાયના આર્થિક, સામાજિક, પર્યાવરણીય અને આધ્યાત્મિક પાસાઓના અનેક ઉલ્લેખ છે. કૃષિ,  ભૂમિ, સરક્ષણ, જલ-વાયુ પરિવર્તન, આરોગ્ય સહિત જીવરક્ષા સુધી અનેક રીતે ગાય ઉપયોગી છે. ગાયના પંચગવ્યના અનેક ફાયદાઓ છે એ રીતે જોતા ગાય એક અદભૂત, અલૌકિક, અમૂલ્ય અને અતુલ્ય જીવાત્મા છે.

રાષ્ટ્રીય કામધેનુ આયોગએના અનેકવિધ ઉદ્રશ્યો ના ભાગરૂપે પંચગવ્ય અને ગૌઉત્પાદનની ઉપયોગીતા રિસર્ચ દ્વારા સિધ્ધ કરવા કાર્યરત છે. વર્તમાન કોરોના પાનેમીકમાં એલોપેની સારવારની સાથે આયુર્વેદ પંચગવ્ય,  હોમીયોપેથી જેવી અનેક પારંપારિક પધ્ધતિઓ સાથેના સમન્વય દ્વારા કોરોનાને નાથવા અનેક પ્રયોગો થઇ રહ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરિયા જેઓ ખુદ એકએલોપેથીક કેન્સર સર્જન છે. તેમણે આ બાબતે પહેલ કરી, આઇ. સી. એમ. આર અને વિશ્ર્વ આરોગ્ય સંસ્થા ગાઇડ લાઇન મુજબ રીસર્ચ કરવા દેશભરના પંચગવ્ય આર્યુવેદ નિષ્ણાંત વૈદ્યો સાથે ચર્ચા વિચારણા કરી એક પ્રોટોકોલ તૈયાર કયો. જામનગર આયુર્વેદ યુનિ. પૂર્વ પ્રિન્સીપાલ ડો. હિતેષ જાનીની સાથે રહી પ્રધાનમંત્રી કાર્યાલય, આયુષ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય તથા ગુજરાત સરકાર સાથ સતત પરામર્શ વાર્તાલાપ અને પત્રવ્હાર કરી પંચગવ્યની દવાઓના “સાયન્ટીફીક વેલીડેશન માટે યોગ્ય મંજૂરી માટે પ્રયાસો હાથ ધરાયા. ‘કલીનીક એવીડેન્સ બેઇઝડ ટાયલ દ્વારા પચગવ્યની વૈજ્ઞાનિકતા પ્રસ્થાપિત કરવા પ્રોત્સાહિત કર્યા.

ડો. કથીરિયાઅ જણાવ્યું હતું કે આ દિશામાં સરકારની મંજુરી મળી ગઇ છે હવેે રાજકોટ સહિત ગુજરાત અને દેશભરની ૧૦ જેટલી કોવિડ-૧૯ હોસ્પિટલમાં ગાઇડલાઇન મુજબ “આયુર્વેદ યુનિ.ના પૂર્વ ઉપકુલપતિ ડો. રાજેશ કોટેચા, ગુજરાત સરકારના આરોગ્ય સચિવ જયંતિ રવિ, આયુષ વિભાગના ડાયરેકટર ડો. ભાવનાબેન પટેલ, ડેપ્યુટી ડાયરેટર ફાલ્ગુન પટેલ તથા અન્ય અધિકારીઓ અને લોકાયુર્વેદના પ્રણેતા ડો. હિતેષ જાનીના સહિયારા પ્રયાસો રહ્યો છે. આ રીસર્ચ ભવિષ્યમાં આવનારી સંભવિત અનેક બીમારીઓની સારવા માટે દિશાસૂચક બની રહેશે.

ડો. કથીરિયાએ જણાવ્યું હતું કે આ રીસર્ચથી આવનાર દિવસોમાં ઇન્ટ્રગ્રેટેડ એપ્રોચથી સારવાર માટેના દ્વારા ખૂલશે.

Loading...