Abtak Media Google News

પાક.માં એસપી અને તેના પરિવારના ત્રણ સભ્યની આતંકવાદીઓએ કરી હત્યા

પાક તેની નાપાક હરકતોથી કયારેય બાઝ આવ્યું નથી. આતંકવાદ અને ઘુષણખોરી જેવી પ્રવૃત્તિઓમાં પાકિસ્તાન હંમેશા પડખે ઉભુ રહ્યું છે. આતંકીઓનું પાલન પોષણ કરતો દેશ એટલે પાકિસ્તાન એમ પણ કહી શકાય ત્યારે હવે, પાકિસ્તાનમાં તેની જ આ આતંકવાદીઓ અંધાધૂંધી ફેલાવે તેવી દહેશત ઉભી થઈ છે. સાપને ઉછેરો તો એ એક દિવસ ડંખ મારે જ. તેવી રીતે પાકિસ્તાનમાં સાપની જેમ આ આતંકીઓ પોતાના જ વતનમાં અંધાધૂંધી લાવવાના છે.

પાકિસ્તાનમાં આતંકીઓએ એક સીનીયર પોલીસ અધિકારી અને તેના પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરી નાખી છે. જોકે, આ પ્રકારનાં બનાવો પાકિસ્તાનમાં અગાઉ પણ બન્યા છે. પરંતુ હવે, આ પ્રકારનાં બનાવોએ જોર પકડતા પાકિસ્તાનના કયુએમા શહેરમાં બુધવારે એમની મોહમ્મદ ઐયાસ અને તેની પત્નિ, એક પુત્ર અને તેની એક પ્રપોત્રીની આતંકીઓએ ગોળીબાર કરી હત્યા નિપજાવી હતી આ હુમલાની હજુ સુધી કોઈએ જવાબદારી સંભાળી નથી.

એક સીનીઅર પોલીસ અધિકારી અબ્દુલ રઝાકે જણાવ્યું છે કે, સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ મોહમ્મદ એયાસ અને તેના પરિવારના ત્રણ સભ્યોનું આતંકીઓનાં ગોળીબારમાં મોત નિપજયું છે. આ અગાઉ અઠવાડીયા પહેલા જ. એક પોલીસ અધિકારીની હત્યા કરી દેવાઈ હતી. આતંકીઓના ગોળીબારમાં એસપી સહિત પરિવારના ત્રણ સભ્યો એકી સાથે હત્યા થતા પરિવારમાં ગમગીની વાતાવરણ છવાઈ ગયું છે.

જો આ પ્રકારનાં બનાવો યથાવત રહેશે તો પાકિસ્તાનમાં આતંકીઓ અને પોલીસ વચ્ચે ભયાનક અંધાધુંધી ફેલાતા વાર નહિ લાગે પાકમાં પોલીસ તંત્ર અને આતંકવાદીઓ વચ્ચે ઉગ્ર વાતાવરણ ઉભુ થાય એ પહેલા પાકિસ્તાને સુધરી જવું જોઈએ. નહિતર પાકિસ્તાનમાં આંતરીક યુધ્ધ છેડાશે જેની જવાબદારી પાકની આતંકવાદી નીતિ જ હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.