Abtak Media Google News

ધોરાજી રાજપૂત ક્ષત્રિય સમાજ ફરી એક વાર ધોરાજી પોલીસ સ્ટેશને સમાજના અગ્રણીઓ પદ્માવતિ ફિલ્મ ના વિરોધ માટે રજૂઆત કરવા ગયેલ તે બાબતે સેક્ધડ પોલીસ ઇન્સ્પેકટર સાહબે શહેરની શાંતિ ડોહળાઈ નહિ તે માટે લોકશાહી ઢબે ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવા જણાવ્યું હતું અને કાયદો હાથ માં ન લેવાની સલાહ આપી હતી. આ તકે સમાજ ના અગ્રણીઓ રજૂઆત હતી કે અમારી લાગણીઓ દુભાય નહિ તે માટે ધોરાજી શહેર માં આ ફિલ્મ રજુ ન થાય તે માટે રજૂઆત કરેલ હતી તે બાબતે પી.આઈ. ધોરાજી બ્લુસ્ટાર સિનેમાના મલિક સાથે ટેલિફોનિક વાત કરી હતી કે ધોરાજી રાજપૂત સમાજના અગ્રણીઓ અહીં પદ્માવતિ ફિલ્મ ને લઈને રજૂઆત કરવા આવ્યા છે. કે તમો ધોરાજી માં આ ફિલ્મ રજુ કરવાના છો કે નહિ તે બાબતનો બ્લુ સ્ટાર સિનેમા માલિકો નો જવાબ ના હતો અને પી.આઇ સાહેબે આ બાબત અગ્રણીઓ ને જણાવતાં અગ્રણીઓએ કહ્યું હતું કે તો પછી ધોરાજી શહેર માટે વિરોધનો કોઈ સવાલ જ ઉભો થતો નથી આમ કહી બેઠકને વિરામ આપી અગ્રણીઓ છુટ્ટા પડ્યા હતા તેથી ધોરાજી રાજપૂત સમાજ ના પ્રમુખ / ઉપપ્રમુખ દ્વારા સમાજના યુવાઓને જણાવાનું કે

ધોરાજી શહેર ની શાંતિ ન ડોહળાય અન્ય કોઈ સમાજને આપણાં તરફથી મુશ્કેલી નો પડે સરકારી માલ મિલ્કતને નુકશાન ન થાય કાયદો વ્યવસ્થા જળવાય રહે તેવા પ્રયત્નો ધોરાજી શહેર માટે કરવા તથા કોઈનાથી ઉશ્કેરાયા વગર શહેર શાંતિ રાખવી અને ઉપર થી જે રીતે સંદેશ આવશે તે મુજબ વર્તવાનું રહેશે.અને આ તકે જયદેવસિંહ ગોહિલ (અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રદેશમંત્રી) અને ઘોરાજી રાજપૂત સમાજ ના પ્રમૂખ  પ્રવિણસિંહ જાડેજા એ બ્લૂસટાર સિનેમા ના માલિક નો પિકચર ના લગાવવા બાબત સિનેમા ના માલિક નો આભાર વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.