Abtak Media Google News

કોરોનાના કહેર અને લોકડાઉનના સમયમાં કોરોનાનું હોટસ્પીટ ગણાતા એવા જંગલેશ્વર જેવા વિસ્તારમાં ઉત્કૃષ્ટ ફરજ બજાવવા બદલ પી.આઇ. વી.કે.ગઢવી તથા ભકિતનગર પોલીસ સ્ટેશનની ટીમનું લત્તાવાસીઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. નીલકંઠ સિનેમા પાસે મેડીકલ સ્ટોર ધરવાતા ચિરાગભાઇ અને તેની યુવા ટીમે આ વિસ્તારના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલને આ અભિવાદન સમારંભમાં ખાસ ઉ૫સ્થિત રાખેલ. આ તકે પટેલે જણાવેલ કે પોલીસ કર્મીઓએ વી.કે.ગઢવી, પી.એસ.આઇ. ધામડા તથા કોન્ટેબલ રણજીતસિંહ, ભરતસિંહ, મહેન્દ્રભાઇ, વિક્રમભાઇ, દિવ્યરાજસિંહ, કવિરાજભાઇ, મેહુલભાઇ, સતિષભાઇ, દેવાભાઇ, વાલજીભાઇ, ભાવેશભાઇ વિગેરેની ટીમે પોતાની જાતની તથા કુટુંબની પરવા કર્યા વગર જે સેવા બજાવી છે તે અભિનંદનને પાત્ર છે અને આ વિસ્તારના યુવા મિત્રો એ સન્માન કર્યુ છે તે પણ અભિનંદન ને પાત્ર છે આ કાર્યક્રમના કારણે કામ કરનાર કર્મીઓનું મનોબળ વધે તેમ પટેલે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.