પી. આઈ. રાણાની બદલીથી ઉપલેટા એ ગુમાવ્યા બાહોશ અધિકારી, બદલીના બે દિવસ પહેલા કર્યું હતું આ કામ…

બે દિવસ પહેલા ૨૮ લાખનો દારૂ અને જુગારીઓને પર ઘોંસ બોલાવી હતી

ઉપલેટામાં ૨૮ દિવસ પહેલા મુકાયેલા પી.આઈ. રાણાની રાજય સરકાર દ્વારા કચ્છ પૂર્વ ગાંધીધામ ખાતે બદી કરાતા શહેરે એક બાહોશ અધિકારી ગુમાવ્યા છે. આ બદલી જિલ્લામાં પાંચ વર્ષથી વધુ સમય નોકરીકરતા હોય તેવા રાજયનાં તમામ પીઆઈની બદલીનો હુકમ કરાયો છે.રાજયનાં ગૃહ વિભાગ દ્વારા ૧૦૦થી વધુ પીઆઈની જે જિલ્લામાં પાંચ વર્ષથી વધુ સમય દરમ્યાન ફરજ બજાવતા હોય તેવા પીઆઈની બદલીનો ગઈકાલે હુકમ થતા તેમાં શહેરનાં પીઆઈ એમ.એન. રાણાની બદલી થતા માત્ર ૨૮ દિવસનાં ટુકાગાળામાં બદલી થતા શહેરનાં વેપારીઓમાં આંચકો લાગ્યો છે.રાજકોટ રૂરલમાં એલસીબી એસ.ઓ.જી. તેમજ જસદણમાં પી.આઈ. તરીકે ફરજ દરમ્યાન ચરસ ગાંજો અને દારૂનો મોટો જથ્થો પકડી પાડી ગુનેગારોની કમર તોડી નાખી હતી. આ ઉપરાંત અનડીટેકટ મર્ડર, જેતપૂરમાં નાની બાળા પર થયેલ બળાત્કાર મોટી સંખ્યામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી રૂરલ પોલીસમાં પ્રશંસનીય કામગીરી કરી હતી માત્ર ૨૮ દિવસ પહેલા ઉપલેટામાં પીઆઈ તરીકે મૂકાયેલલા એમ.એ.ડી. રાણા એ ડુમીયાણી ગામ પાસે ૨૮ લાખના ઈગ્લીશ દારૂ, જુગાર, રખડતા ભટકતા આરોપીને પકડી સારી એવી સરભરા કરી ગુનેગારોની કમર તોડે તે પહેલા ગઈકાલે તેમની કચ્છ પૂર્વ ગાંધીધામ ખાતે બદલી કરાતા શહેરનાં વેપારીઓ અને શહેરીજનોને ભારે આંચકો લાગ્યો છે. લોકોને સારા અને બાહોશ અધિકારીની ખોટ કાયમીને માટે પડશે.

Loading...