Abtak Media Google News

શાશ્વત તીર્થ શત્રુંજયની છત્રછાયામાં પાલીતાણા ચન્નૈઇ યાદિકભુવન ખાતે ચાતુમાર્સ કરી રહેલા પૂ.આ. રાજયસસૂરીશ્ર્વરજી મ.સા.ના આર્શીવાદથી પ્રવર્તિની સાવ.વર્યા વાચંયમાશ્રીજી મ.સા. (બેન મ.સા.) ના શિષ્યાના શિષ્ય પૂ.સા. સર્વશ્વરીયશાશ્રીજી મ.સા.ના ગૃહ રત્નસંવત્સર તપ એટલે ખુબજ કઠીન તપ કહેવાય તેનું પારણા તા.૧પ નવેમ્બરના રોજ ચન્નૈઇ ધર્મશાળામાં પારણા મહોત્સવ પ્રારંભ થશે આમ આ ત્રિદિવસીય કાર્યક્રમ તા. ૧૩-૧૧ ના રોજ સવારે ચોવીસ તીર્થકર મહાપુજન સાંજે ભાવના તા. ૧૪-૧૧ ના રોજ પ્રાંત સવારે શ્રી પાશ્વ પધામવતી મહાપૂજન સવારે ૬.૩૦ કલાકે શોભાયાત્રા, ૯ કલાકે જાલોરીભુવન ખાતે અનુમોદના સભા તા.૧પના રોજ પારણા થશે.

ગૃણ રત્ન સંવરત્સર તપ એટલે ૧૬ મહીના કુલ ૪૮૦ દિવસ તેમાંથી દિવસ ૪૦૭ ઉપવાસ તથા ૭૩ દિવસ બિયાસણાનું અદભુત તપ કહી શકાય ભગવાન મહાવીરના ૨૫૦૦ વર્ષના સમય બાદ અત્યાર સુધીમાં આ તપ કરનાર પૂ.સા. સર્વશ્ર્વરીયશાશ્રીજી મ.સા. પહેલા આંગળીના વેઢે ગણાય તેટલા જ વ્યકિત દ્વાર થયાનું અનુમાન છે. પૂ.સા.મ.સા. આ તપ શરુઆત શ્રાવણ સુદ-૧ સંવત ૨૦૭૩ માં કરી હતી.

આ તપમાં વધુમાં વધુ ૧૨ ઉપવાસ પર ૧ર, ૧૩ ઉ૫વાસ પર ૧૩, તે રીતે ૧૬ ઉપવાસ પર ૧૬ કરવાના હોય છે. છેલ્લા ૧૪૦ ઉપવાસમાં વચ્ચે માત્ર નવ જ બિયાસણા હોય છે. આ તપ ખુબ જ લાંબો અને ખુબ જ વિકટ હોવાથી ખુબ જ ઓછા આરાધકો સાધકો આ તપ કરતાં હોય છે. સેંકડો વર્ષોમાં આઠ કે નવ જ દાખલા આ તપ નોંધાયા છે. પૂ.સા.શ્રીએ આ તપ પહેલા બેંગ્લોર શહેરની પ્રતિષ્ઠાની સફળતાની કામના માટે ૧૧૧ ઉપવાસ કરેલ છે.

સાઘ્વીશ્રીના પારણા મહોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમમાં ભારતભર તેમજ વિદેશથી પણ ભકતો હાજર રહી ભવ્યતપના પારણાના સાક્ષી બનશે. તા.૧૪ ના રોજ તપસ્વી સાઘ્વીશ્રીના અનુમોદન કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતીન ગરકડી તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વિશેષ હાજરી આપશે તેમ જણાવા મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.