બહુચર્ચિત ‘રશિદ’ ધોવાયો !

84
england-crush-afghanistan-afgha-runs-247-runs-against-target-of-398-runs
england-crush-afghanistan-afgha-runs-247-runs-against-target-of-398-runs

વિશ્વકપ પહેલાં જે સ્પિનરોની ચર્ચા કરવામાં આવતી હતી અને સૌથી વધુ જે વિસ્ફોટક સ્પીનર તરીકે જેનું નામ સામે આવ્યું હતું તેવા રસિદ ખાન ઈંગ્લેન્ડ સામેનાં મેચમાં ધોવાયો હતો. અત્યારસુધીમાં વન-ડેમાં ૧૦૦ રનથી વધુ કોઈ સ્પીનરો આપ્યા નથી. જેમાં રસિદ ખાન દ્વારા ૧૧૦ રન આપવામાં આવ્યા હતા. આ જોતા જે ચર્ચાએ જોર પકડયું હતું કે, રસિદ ખાન સૌથી વધુ વિસ્ફોટક સ્પિનર તરીકે સામે આવશે તે વાત પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

વિશ્વકપકપમાં સૌથી વધુ બીજો ખર્ચાળ બોલર તરીકે તેને રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. હાલ ઈંગ્લેન્ડ સામે હાર્યા બાદ ટીમ પોઈન્ટ ટેબલમાં હાલ અફઘાનિસ્તાન ટીમ સૌથી નીચે પહોંચી ગઈ છે. માનચેસ્ટરમાં ટોસ જીત્યા બાદ ઈંગ્લેન્ડનાં સુકાની ઈયોન મોર્ગને સપાટ વિકેટ ઉપર બેટીંગ કરવાનું પસંદ કર્યું હતું જેમાં તેને માત્ર ૭૧ બોલમાં ૧૪૮ રન નોંધાવી ટીમને ૩૯૭ રન સુધી પહોંચાડવામાં મદદરૂપ સાબિત થઈ હતી.

મોર્ગને તેની ઈનીંગ્સમાં કુલ ૧૭ સિકસો ફટકારી હતી તેમાં પણ તેને એક નવો વિક્રમ સર્જયો છે. રોહિત શર્મા, એબી ડિવીલયર્સ અને ક્રિસ ગેઈલને પાછળ રાખી ઈયોન મોર્ગન સૌથી વધુ સિકસર ફટકારવામાં અવ્વલ આવ્યો છે પરંતુ ઈંગ્લેન્ડ સામેનાં મેચ પૂર્વે એ વાતે જોર પકડયું હતું કે, અફઘાનિસ્તાનની ટીમ સારી ફાઈટબેક આપશે અને રસિદ ખાન નામક બોલર વિરોધી ઉપર ઘાતક સાબિત થશે પરંતુ તે કોઈપણ રીતે શકય બન્યું ન હતું.

Loading...