Abtak Media Google News

અભિનેતા રાજકુમાર રાવની ફિલ્મ ‘ન્યૂટન’ને ભારત તરફથી ઓસ્કર એવોર્ડસ ૨૦૧૮ની એન્ટ્રી મળી હતી રાજકુમાર અભિનીત ફિલ્મ ઓસ્કરની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

ધ એકેડમી ઓફ મોશન પિકચર્સ આર્ટસ એન્ડ સાયન્સે આ વાતને ટેકો આપ્યો હતો. ફિલ્મ ‘ન્યૂટન’ ને બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મની કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી.

‘ન્યૂટન’ ને ૨૬ એન્ટ્રીમાં સર્વસંમતિથી પસંદ કરાઈ હોવાની વાત ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડીયાએ જણાવી હતી. રાજકુમાર રાવની આ ફિલ્મ ગત ૨૨મી સપ્ટેમ્બરે રીલીઝ થઈ હતી.

રાજકુમાર રાવ તો ફિલ્મ ‘ન્યૂટન’ને ઓસ્કરમાં એન્ટ્રી મળતા એટલો બધો ઉત્સાહી હતો કે તેણે જાહેર કરી દીધું હતુ કે મારે હોલીવૂડની પ્રખ્યાત અભિનેત્રી મેરીબ સ્ટ્રીપના હાથે ઓસ્કર એવોર્ડ મેળવવો છે.

ઘર આંગણે રાજકુમાર રાવની આ વર્ષે અડધો ડઝન ફિલ્મ રીલીઝ થઈ છે. જેમાં બધામાં તેના કામના વખાણ થયા છે. પરંતુ સોરી, તેની ફિલ્મ ‘ન્યૂટન’ની રેસમાંથી બહાર નીકળી ગઈ છે.

છેલ્લે રીલક્ષઝ થયેલી ફિલ્મ ‘બરેલી કી બરફી’માં રાજકુમાર રાવના અભિનયે હેન્ડસમ હીરો આયુષ્યમાન ખુરાનાને ઝાંખો પાડી દીધો હતો. અભિનેત્રી કૃતિ શેનોનની સાથોસાથ રાજકુમાર રાવની પણ ભારોભાર પ્રસંશા થઈ હતી.

રાજકુમાર રાવ પાસે કામની કમી નથી તેની પાસે ધણી ફિલ્મો છે. અગર તેને એકાદ ઓસ્કર મળી ગયો હોત તો તેની સોનેરી કારકિર્દી ગોલ્ડન બની જાત.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.