Abtak Media Google News

મુંબઈની જેલમાં છેલ્લા કેટલાક સમયથી અંડર ટ્રાયલ કેદી ડોન એકપણ દિવસ જેલની બહાર નથી ગયો?

એક અંધારી આલમનો અંડરવર્લ્ડ ડોન ભારતમાં થોડા વર્ષો અગાઉ મુંબઈની જેલમાં અન્ડર ટ્રાયલ કેદી તરીકે જીવન વિતાવી રહ્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ડોન એકપણ દિવસ જેલની બહાર ગયો નથી છતા બાપ બની ગયો ? આ માની ન શકાય તેવી ઘટનામાં લોકો માટે પ્રશ્ર્નાર્થ જગાવ્યો છે કે એપણ દિવસ જેલની બહાર ગયા વગર તે પિતા કઈ રીતે બની ગયો. ઉલ્લેખનીય છે કે આ ડોનને હીયરીંગ માટે એક રાજયથી બીજા રાજયમાં મહારાષ્ટ્રની બહાર લઈ જવામાં આવતો હતો.

સુત્રો જણાવે છે કે આ ડોન જયારે ટ્રાયલ વખતે જતો ત્યારે એક સ્ત્રીને મળતો હતો. જયારે આ હિયરીંગ વખતે જેલના અધિકારીઓ બહાર લઈ જતા હતા. ત્યારે આ સ્ત્રી તેને જેલમાં તેના મામાને મળવા આવી છે તેમ કહીને આવતી રહી. તે કોણે નિયમિત રીતે મળતી હતી અને તે સગર્ભા બની હતી. આ સ્ત્રીએ ૧.૫ વર્ષ અગાઉ બાળકીને જન્મ આપ્યો છે એવું સુત્રો જણાવે છે. તેની સગર્ભાવસ્થા દરમિયાન મોટાભાગનો સમય તેણીએ ગોંડા જિલ્લામાં વિતાવ્યો હતો.

આ અંગે સુત્રો એવો દાવો કરે છે કે આ ડોન સાથે એકાન્ત પળો માણવા તેણી ટ્રેનમાં આવતી હતી ત્યારે તેઓ મુંબઈથી મસ્જિદ બંદર સ્ટેશન પર ખાનગી પળો માટે વ્યવસ્થા કરી આપવામાં આવતી હતી અને સુરક્ષા અધિકારીઓ જ ટ્રેનમાં કપડા રાખી તેને અલાયદી વ્યવસ્થા ઉભી કરી આપતા હતા. તેના પરથી કહી શકાય કે ‘આપણી જેલ એટલે બોડી બામણીનું ખેતર’ જયાં કઈ પણ શકય બની શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.