Abtak Media Google News

આંધળાઓને પણ દેખાય અને બહેરાઓને પણ  સંભળાય એવી ક્રાંતિને આરે આખો દેશ!

‘સ્માર્ટસિટી’ની આડે લાગવગ શાહી અને માથાભારે પરિબળો: સ્માર્ટ સિટી’ની વાતો થશે લોહીલોહાણ! નગરે નગરે દિલ્હીનાં ખોફનાક પ્રદુષણનો પગપેસારો!

આપણા એક કવિશ્રીએ કહ્યું છે કે, ‘અમે ઝંખી હતી કેવી ગુલાબી ખ્વાબી આઝાદી, અને ડંખી રહી કેવી અમોને આજ બરબાદી !’

આપણા નેતાઓએ પ્રજાની સાથે જબરી છેતરપીંડી કરી છે અને ગુલાબી વચનો આપી આપીને પ્રજાને સતત ભરમાવ્યા કરી છે. પ્રજાની સાથે વચનદ્રોહ કરવામાં કાંઈ જ બાકી રાખ્યું નથી !

આપણો દેશ ભલે અત્યારે ઉપર ઉપરથી ઉજળો-રૂપાળો અને શાંત દેખાય છે. પરંતુ એની ભીતરમાં અશાંતી અસંતોષનો દાવાબળ ભભૂકે છે.

દેશનું અર્થતંત્ર એટલી હદે કમજોર અને બેહાલ છે કે હજુ બે ત્રણ વર્ષ સુધી અર્થ વ્યવસ્થામાં સુધારાના કોઈ જ સંકેત નથી.

જીડીપી વૃધ્ધિદરનો અંદાજ એક વધુ વખત ઘટાડી દેવાયો છે. ફિચ રેગિટસના મુખ્ય અર્થશાસ્ત્રી બ્રાંયન કોલ્ટને ચેતવણી આપતા કહ્યું છે કે આગામી બે વર્ષ સુધી ભારતીય અર્થ વ્યવસ્થા કોઈ સુધારા થનાર નથી એનો અર્થ એ થયો કે આર્થિક મંદીની અસર હાલમાં બે વર્ષ સુધી રહી શકે છે. ફિચ રેટિંગ્સ દ્વારા ચેતવણી જારી કરવામાં આવ્યા બાદ ચિંતા વધી ગઈ છે.

7537D2F3 4

આપણા દેશના રાજપુરૂષો અને રાજકારણીઓ ભાન ભૂલ્યા છે. મતિભ્રષ્ટ થયા છે. ભારતમાં આપણણે ગરીબો અને નીચલા સ્તરના લોકો વિશે કેવા ખ્યાલ રાખીએ તેનો વિચાર કરતા મારા હૃદયમાં શી શી વેદના થતી હતી તેઓ દિન પ્રતિદિન નીચેને નીચે ઉતરતા જાય છે.ક્રુર સમાજે વરસાવેલા કટકા તેમને લાગે છ, પણ એ કયાંથી આવે છે તેની તેમને ખબર નથી. પોતે મનુષ્યો છે એ હકિકત પણ તેઓ ભૂલી ગયા છે ! જયાં સુધી લાખો મનુષ્યો ભુખમરા અને અજ્ઞાનની દશામા જીવે છે. ત્યા સુધી એ ગરીબોનાં ભોગે શિક્ષણ પામીને જ માણસ તેમના પ્રત્યે જરા પણ ધ્યાન આપતો નથી એવા દરેક દરેક દેશદ્રોહી છે કહેવું પડે કે આમ જનતા પ્રત્યેની આપણી ઉપેક્ષાએ રાષ્ટ્રનું મહાપાપ છે. અને આપરા પતનનું એક એક કારણ છે. ભારતની સામાન્ય જનતા જયાં સુધી સુશિક્ષીતનહી બને તેને સરી રીતે ખાવાપીવાનું નહી મળે, અને સારી રીતે તેની સંભાળ નહી લેવાય ત્યાં સુધી કેવળ રાજકારણ દ્વારા થતા બધા પ્રયત્નો નિરર્થક નીવડશે એ નિર્વિવાદ છે.

આપરાનેતાઓ ભૂલી ગયા કે આપણુ સાચુ રાષ્ટ્ર તો ઝુપડાઓમાં વસે છે. અત્યારે તો તમારી ફરજ દેશના એક ખુણાથી બીજા ખૂણા સુધી ગામડે ગામડે જઈને લોકોને સમજાવવાની છે કે આળસુ થઈને હાથ પગ જોડી માત્ર બેસી રહ્યો હવે નહી ચાલે લોકોને તેમની સ્થિતિનું ભાન કરાવો અને કહો કે ભાઈઓ, ઉઠો જાગો ! હજુ કયાં સુધી ઉંધ્યા કરવું છે? લોકો પાસે પહોચી તેમને પોતાની સ્થિતિ કઈ રીતે સુધારવી તેની સલાહ આપો. અને શાસ્ત્રોના સર્વોચ્ચ સ્યોને સરળ અને લોકભોગ્ય રીતે રજૂ કરીને તેમના અંતરમાં ઉતારો, અત્યાર સુધી બ્રાહ્મણોએ જ ધર્મનો ઈજારો રાખ્યો હતો પણ કાળની પ્રબળ ભરતી સામે તેઓ ટકી શકે તેમ ન હોવાથી દેશમાં સામાન્ય જનતાને પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપીએ, સારા વિચારો આપીએ એનાથી તમને માહિતી મળશે.

પરંતુ કંઈક વિશેષની જરૂર છે. તેમને સંસ્કારીતા આપો જયાં સુધી એ ન આપો ત્યાં સુધી સામાન્ય જનતાની ઉંચે આણેલી કક્ષામાં કોઈ સ્થિરતા નહી આવે.

સાથોસાથ સંસ્કૃતનું શિક્ષણ પણ ચાલવું જોઈએ, કારણ કે સંસ્કૃત બ્દોનો ખુદ અવાજ જ પ્રજાને એક પ્રતિષ્ઠા, એક શકિત અને એક સામર્થ્ય આપે છે. મહાન બુધ્ધેપણ સામાન્ય જતાને સંસ્કૃતભાષા ભણતી અટકાવી તે એક ખોટુ પગલુ લીધું તેમને ઝડપી અને તાત્કાલીક પરિણામો જોઈતા હતા. એટલે એ વખતની પ્રચલીત ભાષા પાલીમાં અનુવાદો કર્યા અને ઉપદેશ આપ્યો એ બહુ જ સરસ થયું. લોકોની ભાષામાં બોલ્યા, અને લોકો તેમને સમજી શકયા એ બહુ મોટી વસ્તુ થઈ. એથી વિચારો જલ્દી ફેલાયા અને ચારે ખંડમાં દૂર દૂર સુધી પહોચ્યા પરંતુ એની સાથે સંસ્કૃતનો પણ ફેલાવો થવો જોઈતો હતો જ્ઞાન તો આવ્યું, પણ તેમાં પ્રતિષ્ઠા ન આવી સંસ્કારીતા ન આવી આઘાતો સામે ટકકર ઝીલનારી તો સંસકારીતા છે. કેવળ જ્ઞાનનો જથ્થો નહી. જગતમાં તમે જ્ઞાનનો જથ્થો આપી શકો, પણ તેથી એનું બહુ ભલુ થવાનું નથી.લોહીમાં સંસ્કારીતા આવવી જ જોઈએ એ જયા સુધી નહી આવે ત્યાં સુધી સંસ્કૃત ભાષાના લાભવાળી એક બીજી જ્ઞાતિ ઉભી થશે જે ઝડપથી બાકીની બધી કરતા ઉંચી આવીને તેમના પર હુકમ ચલાવશે.

જમાનો ઝડભેર બદલાતો રહ્યો છે. જરૂરતો બદલતી રહી છે. આજીજી અને પ્રાર્થનાઓ બદલાતા રહ્યા છે. આજના જમાનાની જે મુખ્ય પ્રાર્થનાઓ છે તેમાં સારી પેઠે દમ છે. હે પ્રભુ અમને અમારી જીવનયાત્રાની છેલ્લી પળો સુધી સુખ-દુ:ખમાં સમાનતાભીનો અને સ્નેહભીનો સંગાથ આપે એવો જીવન સાથી આપજો અને હે પ્રભુ ! અમારા આ દેશને સર્વ પ્રકારની સમૃધ્ધિ, અખંડ સ્વાધીનતા, માનવ ગૌરવની સમાનતા, કદાપિ જુઠુ નહી બોલવાની પ્રતિજ્ઞા, ભગવાનનો ડર અને રોમે રોમ દેશદાઝ પ્રજાપતિ વત્સલતા તેમજ રામાયણ , મહાભારત-ભગવદગીતાના સત્યમ, શિવમ, સુન્દરમતાના ત્રિવેણી સંગમને આત્મસાત કરવાની અમારી શકિત અમને પાછી આપો. અમને કદાપિ આળસુ ન રહેવા દો અને શ્રમ-ઉધમ વડે અમેજ કમાયેલો રોટલાથી અમને વંચિત ન રાખજો.

અને સમસ્યાઓની ભઠ્ઠીમાં સળગી સળગીને ખાક બની રહ્યો છે લગભગ બધે જ બધુ જ સુકકુ ભઠ્ઠ છે ને કયાંય કશુ લીલુછમ નથી. સવા અબજ લોકો અને અગણ્ય ગૌમાતાઓએ કોની પાસે ‘ઘા’ નાખવી એવો પ્રશ્ર્ન ઉઠ્યો છે.

નથી કોઈ પૂછનાર, નથી કોઈ સાંભળનાર, નથી કોઈ છાને ખૂણે રેનારાઓને છાના રાખનાર ! નેતાહો રાજગાદીના દાવપેચમાં મશગુલ છે.

આજના જમાનો વિકટ સમસ્યાઓથી ગુંગળાઈ રહ્યો છે. આજના જમાનાની જે મુખ્ય પ્રાર્થનાઓ હોઈ શકે એમા (?) હે પ્રભુ ! અમને અમારી જીવન યાત્રાની છેલ્લી પળો સુધી સુખ દુ:ખમાં સમાન રહીને અખંડ સ્નેહભીનો સંગાથ આપે એવો જીવન સાથી આપજો અને હે પ્રભુ ! અમારા આ દેશને સર્વ પ્રકારની સમૃધ્ધિ, અખંડ સ્વાધીનતા, માનવગૌરવની સમાનતા, કદાપિ જુઠુ નહી બોલવાની પ્રતિજ્ઞા, ભગવાનનો ડર અને રોમેરોમે દેશદાઝ, પ્રજાપતિ વત્સલતા તેમજ રામાયણ મહાભારતમાં વણાયેલા, પ્રજાપતિ વત્સલતા તેમજ રામાયણ,મહાભારતમાં વણોલા સમર્પણ ભાવ સંપન્ન સપૂતો અને રાજકર્તાઓ આપજો.

આપણા દેશમાં આ પ્રાર્થનાઓ અનેક કારણોસર હમણા સુધી ફળી નથી. હવે એ વહેલાસર ફલે અને એની આડે આવતા તમામ સંકટો દૂર થાય એની રાહ જોવાય છે. આપણે વધુ પડતા આશાવાદી છીએ.

આશા અમર છે..

આશા બંધાય છે. નંદવાય છે, ફરી બંધાય છે, ફરી નંદવાય છે. નિરાશા-આશા વચ્ચે સતત સ્પર્ધા ચાલી રહી છે.

આપણો દેશ સ્વાવલંબી રહ્યો નથી..

ઘણે ભાગે પરાવલંબી જ રહ્યો છે.

વિદેશો ઉપર આપણુ દયાજનક અવલંબન રહેતુ આવ્યું છે. માગણીઓ કયાં કરવાની આ દેશની આદત છે.

સ્વામી વિવેકાનંદે તો એમ કહ્યું છે કે કોઈ પાસે માંગો નહી,.

કશાની આશા રાખો નહીં, કશાની અપેક્ષા રાખો નહી. આપવાની તાકાત પેદા કરો તમારે જે આપવાનું છે તે તમે આપો તે તમારી પાસે પાછુ આવશે. પણ અત્યારે તમે તેના વિષે વિચાર ન કરો. તે હજારગણુ થઈને તમારી પાસે પાછુ આવશે. પરંતુ તમારૂ ધ્યાન તેના ઉપર લાગેલું હોવું ન જોઈએ. છતાં આપવાની શકિત કેળવો; બસ આપો અને ત્યાંજ એની સમાપ્તી ગણો. આટલુ બરાબર શીખી લ્યો કે જીવન આપી દેવા માટે જ છે; પ્રકૃતિ જતમને એ કરવાની ફરજ પાડશે. માટે સ્વચ્છતાએ આપો. વહેલુ મોડુ તમારે આપી તો દેવું જ પડશે. તમે જન્મો છો ભેગુ કરવા, મુઠ્ઠી ભરી ભરીને તમે એકઠું કરવા ઈચ્છો છો પરંતુ કુદરત તમારો ટોટો પીસીને તમારી મુઠ્ઠી ખૂલ્લી કરવાની નાખે છે. તમારી ઈચ્છા હોય કે ન હોય, પણ તમારે આપી જ દેવું પડે છે. જે ઘડીએ તમે કહો કે હું નહી આપું’ એજ ઘડીએ ફટકો પડે છે. અને તમે દુ:ખી થાઓ છો. એવો કોઈ નથી કે જેને લાંબે ગાળે ફરજીયાત બધુ છોડવું નહી પડે. માણસ આ નિયમની વિરૂધ્ધ જવા જેટલો વધુ પ્રયત્ન કરે છે તેટલો તે વધુ દુ:ખી થાય છે. આપણામાં આપી દેવાની હિંમત નથી, પ્રકૃતિની આ મહાન માગણીને સ્વીકારવા જેટલા આપણે અનાસકત થયા નથી, એ કારણસર જ આપણે દુ:ખી થઈએ છીએ.

આપણા કમનશીબે આપણા દેશનું રાજકારણ નિષ્પાપ રહ્યું નથી. ન્યાય નિષ્પક્ષ રહ્યો નથી. મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂકયા છે. અને દિવસો પછી પણ રાજગાદી માટેના હીન કાવાદાવાઓ થઈ રહ્યા છે.

આમ તો આપણા દેશને આવા નેતાઓની જરૂરત જ નથી. એમ રાષ્ટ્રના આઝાદી માટે શહીદ થયેલા ભગતસિંહે કહ્યુંં હતું.

તો પણ આપણે ત્યાં નેતાઓ ઉભરાય છે. અહી નેતાઓની ખોટ નથી. નેતૃત્વમાં પોકળતા અને પોલમપોલ છે. પદધારીઓની પંગુતા ખૂલ્લી થઈ જ ગઈ છે.

હવે આ બેહાલીને વધુ વખત ન જ ચલાવી લેવાય. નપાવટ નેતાઓને ઘર ભેગા કરીને જેનો ભરોસો કરી શકાય એવું તંત્ર ઉભું કરવાનો અને આંધળા પણ જોઈ શકે તથા બહેરા પણ સાંભળી શકે એવી ક્રાંતિ વહેલીતકે આ દેશમાં સર્જવાનો સમય પાકી ગયો છે. એવું આખો દેશ ઝંખી રહ્યો છે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.