Abtak Media Google News

સોનાના લગાવ શું કામ ?

સુવર્ણ કરતા અડધો-અડધ સસ્તુ પ્લેટીનમ સોનાની અવેજી બની શકશે ?

સોનુ ભારતીય સમાજ સાથે વણાયેલી ધાતુ છે. ડર-બીકનો માહોલ સર્જાય ત્યારે સોના તરફની દોટ વધે છે. સોનુ સારા નરસા સંજોગોમાં ઉપયોગમાં લેવાય છે. પરંતુ આધુનિક સમયમાં સોનાના અવેજી તરીકે પ્લેટીનમ તરીકેનો જુકાવ પણ વધવા લાગ્યો છે. વર્તમાન સમયે સોના કરતા પ્લેટીનમની કિંમત ઓછી છે. આજની પરિસ્થિતિમાં સોનાનો ભાવ રૂપિયા ૫૨,૦૦૦ જેટલો છે. જ્યારે પ્લેટીનમનો ભાવ ૩૦,૦૦૦ જેટલો છે. આવી સ્થિતિમાં પણ સોના તરફ લોકોનો લગાવ છે તેની પાછળ અનેક કારણો જવાબદાર છે.

વર્તમાન સમયે લોકો માટે જાણીતી ધાતુઓ તરીકે સોનુ, ચાંદી અને પ્લેટીનમ છે. તાજેતરના સમયગાળા દરમિયાન સોનાની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ છેલ્લા ૨૦ દિવસથી સોનાની કિંમતમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી અને પ્લેટીનમમાં પણ ભાવમાં ઉછાળો થયો હતો. પ્લેટીનમની કિંમત સોનાની સરખામણીએ ૪૦ ટકા જેટલી સસ્તી છે. અલબત યુવાનો અત્યારે પ્લેટીનમ તરફ વધુ આકર્ષાય રહ્યાં છે. જો કે, ચા ના શોખીનો અવેજી તરીકે ક્યારેય કોફીનો ઉપયોગ કરતા નથી. ચા ની કિંમત વધુ અને કોફીની કિંમત ઓછી હોવા છતાં શોખીનો માત્ર ચા નો જ આગ્રહ રાખે છે. તેવી રીતે ભલે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્લેટીનમનો ક્રેઝ હોય પરંતુ ભારતમાં તો સોનાનો લગાવ બરકરાર રહ્યો છે.

દાયકાઓથી સોનાની ખરીદી તરફ લોકોનો ક્રેઝ છે. સુરક્ષાના ધોરણે પણ સોનુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. સોનુ સ્ત્રીધન પણ કહેવાય છે. આવી સ્થિતિમાં બદલાતા સમયગાળા દરમિયાન સોનાના ચળકાટ સામે બીજી ધાતુઓ ફિક્કી છે. અત્યારે ભલે પ્લેટીનમ તરફનો ક્રેઝ હોય પરંતુ સોનુ એવરગ્રીન ગણી શકાય.

Screenshot 1 26

ભારતીય સમાજમાં સોના સાથેનો સંબંધ અતુટ

સોનુ માત્ર ધાતુ નથી, લોકોની લાગણી સાથે જોડાયેલું પાસુ છે. સારા-નરસા સંજોગોમાં સોનુ કામ આવે છે તેવી માનસિકતા લોકોની છે. સ્ત્રીધન તરીકે પણ સોનુ જ હોય છે. આ સ્ત્રીધન ઉપર કોઈનો હક્ક નથી. સ્ત્રી ઈચ્છે તેવી રીતે તેનો ઉપયોગ કરી શકે છે. સ્ત્રીધનને સુરક્ષીત રાખવા માટે કાયદાઓ છે. બીજી તરફ પ્લેટીનમ ઉપરની વિશ્ર્વસનીયતા ખુબ જ ઓછી છે. પ્લેટીનમ ભલે અત્યારે ૩૦ હજારની સપાટી નજીક હોય છતાં પણ તે ક્યારેય સોનાનો વિકલ્પ બની શકે નહીં.

ઈટીએફ તરફ નિરસતા શા માટે ?

ગોલ્ડ ઈટીએફમાં રોકાણ કરવા સરકારે આહવાન કર્યું હતું. લોકોને ગોલ્ડ ઉપર કેટલુક વ્યાજ સરકાર ચૂકવશે તેવી જાહેરાત થઈ હતી. ગોલ્ડ બોન્ડને સિક્યુરીટી તરીકે ઉપયોગ કરવાનો પ્રારંભ તો છેક ૨૦૦૬થી થતો આવ્યો છે. ત્યારબાદ સોવેરીયન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ રોકાણ થઈ રહ્યું છે. આ વિકલ્પ સૌથી સુરક્ષીત વિકલ્પ પૈકીનો એક છે. ૫ થી ૧૦ વર્ષ જેટલા લાંબાગાળાના રોકાણમાં ગોલ્ડ ઈટીએફને ઉપયોગમાં લેવાય છે પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી એવું સામે આવ્યું છે કે, સરકારની આ યોજનામાં લોકો નિરસતા દાખવી રહ્યાં છે. સુરક્ષીત રોકાણ અને ઉંચા વ્યાજ હોવા છતાં સોનુ મુકવા તૈયાર નથી.

ગોલ્ડની લીકવીડીટી સૌથી ઊંચી

એક સામાન્ય ઉદાહરણ લઈએ તો પ્લેટીનમને ગીરવે મુકવું ખુબ મુશ્કેલ છે. સામાપક્ષે ગોલ્ડમાં ધીરાણ સરળતાથી મળી જાય છે. જેની પાછળ સૌથી મોટુ કારણ ગોલ્ડની લીકવીડીટી છે. ગોલ્ડની ખરીદી-વેંચાણ સરળતાથી થઈ શકે છે. આ ઉપરાંત તે સુરક્ષીત પણ છે. આવા સમયે જે ધાતુની લીકવીડીટી વધુ હોય તે ધાતુ તરફ રોકાણકારો પણ આકર્ષાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.