Abtak Media Google News

ગીર સોમના જિલ્લાની ચાર વિધાનસભા બેઠકની ચૂંટણી તા. ૯ ડિસે. ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી સંદર્ભે મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ઓળખકાર્ડ સિવાયના ફોટા સોના ૧૨ વૈકલ્પીક દસ્તાવેજી પુરાવા પૈકી કોઇપણ એક પુરાવો રજુ કરવાનું ફરજીયાત કરેલ છે.

ગીર સોમના જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેકટર અજયપ્રકાશના જણાવ્યા અનુસાર ચૂંટણી ઓળખકાર્ડની અવેજીમાં અન્ય ૧૨ ફોટો ઓળખકાર્ડમાં પાસપોર્ટ, રાજય સરકાર, કેન્દ્ર સરકાર, જાહેર સાહસો, પબ્લીક લી. કંપનીઓ તરફી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલ ઓળખપત્ર, ડ્રાઇવીંગ લાયસન્સ, બેન્ક અને પોસ્ટ ઓફિસ તરફી આપવામાં આવતી ફોટા સોની પાસબુક, પાનકાર્ડ, નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર હેઠળ આરજીઆઇ તરફી આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવેલ જોબકાર્ડ, ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલ અધિકૃત ફોટા સોની મતદાર કાપલી, આધારકાર્ડ, સંસદ સભ્યો કે વિધાનસભ્યોને અપાયેલ અધિકૃત ઓળખપત્ર, ફોટા સોના પેન્સન પ્રમાણપત્ર તેમજ હેલ્ ઇન્સ્યુરન્સ સ્કીમના સ્માર્ટ કાર્ડ નો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.