Abtak Media Google News

અલકાયદાના વડા ઓસામા બિન લાદેનનો ખાતમો અમેરીકાએ કર્યા બાદ અલકાયદા વેર વીએર થઇ ગયુ હતુ પણ આ સંગઠનમાં કોઇ અન્યએ સરદાર બનવાનુ સુકા લીધુ જ નહી આથી સંગઠન નબળુ પડ્યુ હોવાનું જણાય છે હવે લાદેનનો દીકરો હમઝા મેદાને ઉતર્યો છે. અને સંગઠનની કમાન સ્વીકારશે તેવા સમાચારો પ્રાપ્ત થયા છે.

૯/૧૧ની વરસીએ અલ-કાયદાએ અલ-કાયદાએ એક ફોટો મેસેજ જારી કર્યો હતો જેમાં ટવીન ટાવર્સના ધુમાડા વચ્ચે બિન લાદેનનો ચહેરો દેખાઇ રહ્યો છે લાદેન પાસે જ તેનો દિકરો હમઝા પણ દેખાઇ રહ્યો છે તે નાનપણથી જ લાદેન સાથે રહ્યો છે હવે તે ૨૮ વર્ષનો થઇ ગયો છે.

એફબી આઇના ખાસ એજન્ટ અલી સુફાને કહ્યુ છે કે હવે હમઝા મોટો થઇ ગયો છે અને સંગઠનની સુકાન સંભાળવા તૈયાર છે.

લાદેનના ૨૦ બાળકોમાંથી હમઝા ૧૫માં ક્રમાંકનો છે લાદેનની ત્રીજી પત્નીના દીકરા હમઝાને નાનપણથી જ તેના પીતાના પદચિહ્નો પર ચાલવાનું શીખડાવ્યુ છે એક રિપોર્ટ અનુસાર ટવીન ટાવરના હુમલા પહેલા હમઝાનને હથીયાર ચલાવવાનું શીખવવામાં આવ્યુ હતું.

ઓસામાના ખાત્માબાદ તેની પત્નીઓ અને પુત્ર હમઝાને અફઘાનીસ્તાનના જલાલાબાદમાં રાખવામાં આવ્યા હતા. અને એ પછી તેને ઇરાનમાં ખસેડી દેવાયા હતા. અહી તેઓ વર્ષો સુધી નજર બંધ રહ્યા હતા. જોકે હાલમાં હમઝા ક્યા છે તેની કોઇ ચોક્કસ માહિતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.