ઓરિસ્સા: રૌકેલા સ્ટીલ પ્લાન્ટમાંથી ગેસ લીક થતા 4 કર્મચારીઓના મોત, 6 બીમાર

ઓરિસ્સાના રૂરકેલામાં આવેલા સ્ટીલ પ્લાંટમાં બુધવારે એક યુનિટમાં ઝેરી ગેસ ગળતર થતા ચારના સ્થળ પર જ મોત થયા હતા. અને છને ઝેરી અસર થઇ હતી. જો કે રૂરકેલા સ્ટીલ પ્લાન્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટના જે જગ્યાએ બની ત્યાં ચાર જ વ્યકિત હતા અન એ તમામના મોત થયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઝેરી કાર્બન મોનોકલાઇડ ગેસ ગળતર બાદ રૂરકેેલાના સ્ટીલ પ્લાંટમાં કોલ કેમીકલ વિભાગમાં મેઇન્ટેનન્સના કામગીરી હાથ ધરાતા તેમાં ચાર શ્રમીકોના સવારે જ મોત થયા હતા. સવારે ૭.૩૦ કલાકે બનેલા આ ઘટના ગેસ કેવી રીતે લીંક થયો એ જાણી શકાયું નથી.

Loading...