Abtak Media Google News

લાલજી મહારાજની ઉપસ્થતિમા હરિરંગે રંગાઇ શાકોત્સવનો મહાપ્રસાદ આરોગતા ૫૦૦૦૦ થી વધુ હરિભકતો.

મૂળી ગામે આવેલ સુપ્રસિધ્ધ સ્વામિનારાયણ મંદિર જેનુ નિર્માણ સ્વયં શ્રીહરિએ કરી વસંતપંચમીના પવિત્ર દિવસે મહાસુદ-૫ સને ૧૮૭૯મા કરી રાધાકૃષ્ણદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજની પધરામણી કરેલ હતી લોકવાયકા મુજબ વસંત પંચમીના દિવસે જે હરિભકતો મૂળી મંદિરે દર્શનાર્થે આવે તેને ભારતવર્ષના તમામ તિર્થોની દશવાર યાત્રાનુ ફળ મલે અને સર્વોની મનોકામના પરિપુર્ણ બને તેવા શ્રીહરિના આશિર્વાદ મેળવવા ૫૦૦૦૦ થી વધુ હરિભકતો ઉમટી પડેલ હતા સવારે શ્રી ઠાકોરજીને અભિષેક અને પુજા અર્ચના કરવામા આવેલ મંદિરમા બિરાજમાન તમામ દેવોને છપ્પનભોગ ચડાવેલ શ્રી લાલજી મહારાજ સહીત સંતોના આશિર્વાદ રૂપે ઉડાડવામા આવતા રંગોત્સવમા શ્રી હરિરંગે હજારો હરિભકતો ભકિતની હેલીમા રસ તરબોળ બની ગયેલ લોયાધામે શ્રીજી મહારાજે દોઠ માસ સુધી શાકોત્સવ કરી શ્રી રાધાકૃષ્ણ દેવને પોતાના હાથે થાળજમાડી તેની સેવા પુજા કરેલ તે પાવનકારી પ્રભુ પ્રતિમાને રાજારામ ભાઇએ મુર્તિ મૂળી મંદિરમા પધરામણી કરવાની લાગણી વ્યકત કરતા દિવ્ય પ્રતિમાની ભેટ શાકોત્સવ ના માધ્યમ વડે મળતા તેની યાદગીરી રૂપે વસંતપંચમીના દિવસે હરિભકતો શાકોત્સવનો મહાપ્રસાદ આરોગી ધન્યતા અનુભવી હતી સંતોના સન્મુખેથી શિક્ષાપત્રી નુ સમુહપઠન કરવામાઆવેલ સંતો મહંતો સાખ્યોગી બહેનો વિશાળ સંખ્યામા હાજર રહી હરિભકતોને આશિર્વચન પાઠવેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.