Abtak Media Google News

તા.૬ મે થી ૧૫ મે સુધી રમતો જુદા-જુદા સ્થળોએ રમાશે

જીલ્લાકક્ષા સમર કોચીંગ કેમ્પનું આયોજન જીલ્લા રમત-ગમત સ્પોર્ટસ વિભાગ દ્વારા તા.૬ મે થી તા.૧૫ મે સુધી કરવામાં આવશે. જેમાં ખેલ મહાકુંભ દ્વારા ૨૦૧૮માં રમાયેલ બધી જ રમતનો સમાવેશ કરવામાં આવશે. કુલ ૧૨ રમતોમાં એથ્લેટીકસ, બાસ્કેટ બોલ, જીમ્નાસ્ટીકસ યોગા, બેડમીન્ટન, લોનટેનીસ, જુડો, ખો-ખો, કબડ્ડી, વોલીબોલ, હેન્ડબોલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ કોચીંગ કલાસમાં ખેલ મહાકુંભ ૨૦૧૮નાં ૯,૧૧,૧૪ અને ૧૭ વય જુથના ક્રમે વિજેતા થયેલ ખેલાડીઓ તેમજ અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓ એમ ૬૦ ખેલાડીઓ ૧ ગેમમાં સમાવેશ કરવામાં આવશે. જેમાં ૩૦ મહિલા ૩૦ પુરુષ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે. જીલ્લા રમત-ગમત વિભાગ દ્વારા ખેલાડીઓને નાસ્તો અને દિવસનો આવવા-જવાનો પ્રવાસ ખર્ચ સરકારના નિયમો અનુસાર ચુકવવામાં આવશે તથા તમામ ખેલાડીઓને કેપ અને સર્ટીફીકેટસ આપવામાં આવશે.

રમા કે મધરા: સીનીયર કોચ, રાજકોટ ડિસ્ટ્રીકટ

ખેલાડીઓની પ્રતિભા નિખારવા તથા તેમણે રમત-ગમતમાં આગળ વધે, કાર્યક્ષમતાને આગળ લઈ જવા માટે દર વર્ષે ખેલે ગુજરાત કોચીંગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જયાં ખેલમહાકુંભના ૧,૨,૩ વિજેતા થયેલા વિદ્યાર્થીઓ ઉપરાંત ૧ ગેમમાં ૬૦ વિદ્યાર્થી ભાગ લઈ શકશે. જેમણે સરકાર તરફથી નાસ્તો આવવા-જવાનું ભાડુ તથા કોચીંગ આપવામાં આવશે.

કયાં સ્થળે કઈ રમત રમાશે

ક્રમ

રમત

સ્થળ

સમય

એથ્લેટીકસસિન્થેટીકસ રેસકોર્સ મેદાન૩૦ થી ૯:૩૦
બાસ્કેટબોલબાસ્કેટબોલ, રેસકોર્સ મેદાન૬:૩૦ થી ૯:૩૦
જીમ્નાસ્ટીકજીમ્નાસ્ટીક હોલ, બાલભવન૯:૩૦ થી ૧૨:૩૦
યોગાઈન્ડોર હોલ, રેસકોર્સ૬:૩૦ થી ૯:૩૦
બેડમિન્ટનઈન્ડોર હોલ, રેસકોર્સ૬:૩૦ થી ૯:૩૦
લોન ટેનીસસિન્થેટીક ટેનીસ કોર્ટ, રેસકોર્સ૬:૩૦ થી ૯:૩૦
જુડોજુડો હોલ,બાલભવન૬:૩૦ થી ૯:૩૦
ખો-ખોસર્વોદય સ્કુલ, પીડીએમ કોલેજ૬:૩૦ થી ૯:૩૦
કબડ્ડીસર્વોદય સ્કુલ, પીડીએમ કોલેજ૬:૩૦ થી ૯:૩૦
૧૦વોલીબોલધમસાણીયા કોલેજ, કોટેચા ચોક૬:૩૦ થી ૯:૩૦
૧૧હેન્ડબોલમહિલા કોલેજ, કાલાવડ રોડ૬:૩૦ થી ૯:૩૦
૧૨સ્કેટીંગસ્કેટીંગરીંગ, બાલભવન૬:૩૦ થી ૯:૩૦

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.