Abtak Media Google News

વિજેતાઓને ટ્રોફી, રોકડ પુરસ્કાર તેમજ દરેક ખેલાડીઓને પ્રમાણપત્ર અપાશે

ગેસ્ફોર્ડ ચેસ કલબ અને કાઠિયાવાડ જીમખાનાના સહયોગથી ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટ અરવિંદભાઈ મણીઆર ટ્રોફી, પી.પ્રભુદાસ ટ્રોફી, અંડર-૧૨ અને અંડર-૧૭, જયંતીલાલ અજરામર દોશી લેડીઝ ટુર્નામેન્ટ સતત ૨ વર્ષથી રમાતી રનીંગ શીલ્ડ ટુર્નામેન્ટના આયોજન માટે રાજકોટ નાગરીક સહકારી બેંક લી. અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ તથા પી.પ્રભુદાસવાળા જીમ્મીભાઈ જીતેન્દ્રભાઈ દક્ષિણીનો સહકાર મળેલ છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર બહારગામના ખેલાડીને રહેવા તથા જમવાની સગવડતા આપવામાં આવશે.કુલ રોકડ ઈનામો રૂ.૩૦,૦૦૦/-સુધીના આપવામાં આવશે.ભાગ લેનાર ખેલાડીનેદરેક ટુર્નામેન્ટ દીઠ ૧ થી ૨૦ સુધીનાને ટ્રોફી, રોકડ રકમ તેમજ ગીફટ તેમજ ભાગ લેનાર દરેક ખેલાડીને પ્રમાણપત્ર આપવામાં આવશે. તા.૨૨/૨૩ ડિસે.શનિવાર-રવિવારના રોજ કાઠિયાવાડ જીમખાનાનો એ.સી.કોમ્યુનીટી હોલમાં રાખેલ છે. ભાગ લેનાર ખેલાડીએ તા.૨૦/૧૨ સુધીમાં કિરીટ પાન ઘર, ગેસ્ફોર્ડ ટોકીઝ પાસેથી એન્ટ્રી ફોર્મ મેળવીને ભરીને આપી જવાના રહેશે. ફોન નં.૦૨૮૧-૨૨૨૧૭૪૬ પર સંપર્ક કરવો. વધુ વિગત માટે કિશોરસિંહ જેઠવા મો.નં.૯૯૨૫૨ ૪૮૨૫૧,હર્ષદભાઈ ડોડીયા મો.નં.૯૮૭૯૬ ૯૪૯૩૬નો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.