તદ્દનઓછા ખર્ચે મબલખ પાક મેળવવા સજીવ ખેત પધ્ધતિ શ્રેષ્ઠ: વશરામભાઈ લુણાગરીયા

સજીવખેતી થકી વર્ષે પાંચ લાખની આવક મેળવતા સરપદડના ધરતીપુત્ર: ૨૦૦ થી વધુ ખેડૂતોને સજીવ ખેતી અપનાવવા માટે પ્રેરણારૂપ બનેલા ખેડૂતપુત્રને રાજયપાલના હસ્તે સન્માનિત કરાયાં

આજના સમયમાં વધતી જતી વસ્તીની ખોરાકની જરૂરિયાતને પહોંચી વળવા જગતના તાત આપણી “કૃષિ-ઋષિ” ની પરંપરાથી અલિપ્ત થઇ રાસાયણીક ખેતી તરફ વળ્યાછે. ખેડૂતો વધુ ઉત્પાદન મેળવવા ખાતરનો અને દવાનો બેફામ ઉપયોગ કરે છે, જે લાંબા ગાળે લોકોના અને જમીનના આરોગ્ય માટે નુકશાનકારક સાબિત થાય છે. તેવા સમયે ગુજરાતમાં એવા પણ કેટલાક ધરતી પુત્રો છે કે, જે ઓસજીવ ખેતી દ્વારા આરોગ્યપ્રદ ખેત પેદાશોનું ઉત્પાદન કરી લોકોને તંદુરસ્ત સ્વાસ્થ્ય પ્રદાનકરીરહ્યાછે. આવા જ એક ધરતી પુત્ર એટલે રાજકોટ જિલ્લાના સરપદડના વશરામભાઈ લુણાગરિયા. જેઓ વિસરાયેલી સજીવખેતીને પુન:જાગૃત કરી ખેડૂતોમાં તેનો વ્યાપ વધ ેતે માટે સતત કાર્યશીલ રહ્યા છે. જેમના આ સરાહનીય કાર્યબદલ તેમને રાજ્યપાલના હસ્તે સન્માનિત પણ કરવામા ંઆવ્યા છે.

આજના યુગમાં પ્રાકૃતિક ખેતી દ્વારા પકાવેલ ધાનથી શરીર રોગ મુક્ત અને જમીન જંતુમુક્ત રહે છે, આ વિચાર સાથે પડધરી તાલુકાના સરપદડ ગામના ખેડૂત વશરામભાઈ લુણાગરિયા પોતાની ૨૮ વીઘા જમીનમાં છેલ્લા પાંચ વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, જેમાં તેઓ ખાતર તરીકે ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરે છે. તે ઓસજીવ ખેતીના પ્રણેતા સુભાષ પાલે કરજીના વિચારોન જીવનમાં ઉતારી તેમની પ્રાકૃતિક ખેતપદ્ધતિ દ્વારા તેમની જમીન માં ચંદન ૧૦૦ થી વધુ વૃક્ષોના ઉછેરની સાથે શેરડી, ઘઉં, ધાણા અને ચણા જેવા પાકોનું ઉત્પાદન કરી રહ્યા છે.

વશરામભાઈએ એક મુલાકાતમાં જણાવ્યું હતુ કે, રાજ્યસરકાર દ્વારા થતા વિવિધ કૃષિમહોત્સવ, કાર્યક્રમો અને સેમિનાર વગેરે માં કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિક્ષેત્રના નિષ્ણાંતો, પર્યાવરણ વિદો દ્વારા સજીવ ખેતી કરવા માટે મને માર્ગ દર્શન મળ્યું છે. આ ઉપરાંત એક દાયકા પૂર્વે આયોજિત થયેલી વિશ્વ મંગલ ગૌ ગાન યાત્રા દ્વારા મને ગાયનું મહત્વ સમજાયું અને હુ ંસજીવ ખેતી તરફ વળ્યો. શરૂઆતમાં મેં મારા ખેતરમાં એક ગાય રાખી અને હાલમા હુ બે બળદ એક વાછરડો અને એક ગાયરૂપી ગૌધન ધરાવુ છું.

પ્રગતિશીલ ખેડૂત એવા વશરામભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, “મેં મારા ખેતરમાં સરકારી સહાયથી ડ્રીપ ઇરીગેશન પદ્ધતિ પણ અપનાવી છે, જેમાં સરકારે મને ૫૦ ટકા સબસીડી આપી છે. મૂલ્ય વર્ધનની વાત કરીએ તો રાસાયણીક ખેતી કરતા સજીવ ખેતી માં મને ત્રણગણું મૂલ્ય પ્રાપ્ત થાય છે. આ જમીન માંથી મને વર્ષે પાંચ લાખ જેટલી આવક મળે છે, પરંતુ સજીવ ખેતી અપનાવતા પહેલા મારી ખેત ઉત્પાદનની આવકની ૬૦ ટકા જેટલી રકમ રાસાયણીક ખાતર  દવા પાછળ જ ખર્ચાઇ જતી હતી. પરંતુ સજીવ ખેતી અપનાવ્યા બાદ મારી આ તમામ રકમની બચત થાય છે, અને મારે હવે એકપણ રૂપિયાનો ખર્ચે કરવો પડતો નથી.

સજીવ ખેતીમાં સફળતા મેળવી વશરામભાઈ આજે અનેક ખેડૂતો ને નિ:શુલ્ક સજીવ ખેતી અંગેની તાલીમ પણ આપી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમણે ચાર હજાર થી વધુ ખેડૂતોને તાલીમ આપી છે, જે પૈકી ૨૦૦થી વધુ ખેડૂતોએ તેમના સજીવ ખેતીના કાર્યથી પ્રેરાઈને રાસાયણીક ખેતી મૂકીને સજીવ ખેતી અપનાવી છે. પ્રાકૃતિક કૃષિક્ષેત્રે વશરામભાઈ લુણાગરિયા એ આપેલ યોગદાન બદલ તેમને તા. ૨૫મી જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે અને તા. ૮ ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે રાજયપાલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

Loading...