Abtak Media Google News

સુજલામ સુફલામ યોજનાના કામોની સમીક્ષા કરતા કલેકટર

રાજકોટ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનના કામો સપ્તાહમાં પૂર્ણ કરવા જિલ્લા કલેકટર રેમ્યા મહોને અધિકારીઓને સુચના આપી હતી.

Advertisement

રાજકોટ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૦ અંતર્ગત જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા કામો હા ધરવા માટે સરકાર ગાઈડલાઈન અને માસ્ટર પ્લાનમાં ૪૮૫ કામોનો સમાવેશ કરવામાં આવેલ છે.જે પૈકી ૧૦૩ કામો પ્રગતિ હેઠળ અને ૧૧૧ કામો પૂ્ર્ણ યા છે.

જિલ્લા કલેકટર સુ રેમ્યા મોહનના અધ્યક્ષ સને યોજાયેલ સમિક્ષા બેઠકમાં કલેકટર આ યોજનાના સંબંધિત વિભાગોના અધિકારીઓને સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૦ અંતર્ગત બાકી રહેતા કામો ચાલુસપ્તાહમાં ઝડપી પૂર્ણ કરવા સુચના આપી હતી.

આ તકે તેઓએ જનભાગીદારી ના કામોને પ્રામિકતા આપવા હિમાયત કરી હતી. આ ઉપરાંત,જિલ્લામાં આવેલી નગરપાલિકાના ચીફ ઓફીસરો પાસેી સુજલામ સુફલામના કામો અંગેની માહિતી કલેકટર રેમ્યા મોહને વિડીયો કોન્ફરસીંગી મેળવી જરૂરી સુચનો કર્યા હતા.

આ યોજનાના નોડલ ઓફિસર  વિજયભાઈ વોરાએ કામગરીની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે હાલ જિલ્લામાં રાજ્ય સરકાર હસ્તકના, જળાવ એકમ, ગ્રામ વિકાસ, વન વિભાગઅને નગર પાલીકા વિસ્તારમાં નવા ચેકડેમ-તળાવ, ચેકડેમ મરામત, તળાવ અને ચેકડેમ ઉંડા ઉતારવા, ગટર/ડ્રેનેજ જેવા પ્રગતિ હેઠળના ૧૦૩ કામોનો સમાવેશ ાય છે, જ્યારે ૧૧૧ કામો પૂર્ણ યા છે.

આજની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી  અનિલ રાણાવસીયા, નગરપાલિકાના વિભાગીય કમિશનર  સ્તૃતિ ચારણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  જે.કે.પટેલ, નિવાસી અધિક કલેકટર પરિમલભાઈ પંડ્યા, પ્રાંત અધિકારીઓ તેમજ આ યોજનાના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.