Abtak Media Google News

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં MSME એકમોની સ્થાપનામાં પારદર્શીતા લાવવાની સંકલ્પબદ્ધતા સાથે ઓનલાઈન રજીસ્ટ્રેશન પોર્ટલ લોંચ કર્યુ છે. મુખ્યમંત્રીશ્રીએ આ પોર્ટલમાં આવેલ પ્રથમ અરજી મંજૂરી કરી સ્વીકૃતિ પ્રમાણપત્ર પણ ઈ-મેઇલથી ઈસ્યુ કરીને ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસની નવી પહેલ રાજ્યમાં સાકાર કરી છે. ગુજરાતમાં MSME સેકટર પાછલા ૪ વર્ષોથી મહત્તમ રોજગારી આપતું ક્ષેત્ર બન્યું છે. એટલું જ નહીં, MSMEની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં ટોપ-૧૦ રાજ્યોમાં આવે છે. MSME સેક્ટરનાં વિકાસને વધુ પ્રોત્સાહન – પારદર્શીતા – સરળીકરણ આપતી ઓનલાઈન રજીસ્ટ્રેશન સુવિધા માટેનાં પોર્ટલનું લોન્ચીંગ કરવા બદલ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો મુખ્યમંત્રીશ્રીનો આભાર માની રહ્યાં છે.

Final 45મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગત તારીખ ૩ ઓકટોબરે MSME એકમોને સ્થાપના-સંચાલન માટે રાજ્યના કાયદા-નિયમોની જરૂરી વિવિધ મંજૂરીઓ એપ્રુવલ લેવામાંથી ૩ વર્ષ સુધી મુક્તિ આપવાનો નિર્ણય કરેલો છે. ઉપરાંત MSME શરૂ કરવા ઈચ્છનાર કોઇપણ લઘુ ઊદ્યોગકાર – ઊદ્યોગ સાહસિક તેને જરૂરી જમીનની ખરીદી રાજ્યનાં કોઈપણ વિભાગની પૂર્વમંજૂરી મેળવ્યા વિના કરી શકે છે. આવી પરવાનગી ઊદ્યોગ શરૂ થયાના ૩ વર્ષમાં તેને લેવાની થાય છે. આવી મંજૂરી પણ અત્યંત ઝડપી અને સરળતાએ મળી રહે તે હેતુસર ઓનલાઈન રજીસ્ટ્રેશન પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલમાં ફોર્મ ખૂબ જ સરળતાથી ભરી શકાય તેવી ખાસ સુવિધા પણ ઉપલબ્ધ છે. ઓનલાઈન ડેકલેરેશન ઓફ ઈન્ટેટ રજીસ્ટર્ડ થયાની ગણતરીની મિનીટોમાં જ અરજી મંજૂર થઈ સ્વીકૃતિ પ્રમાણપત્ર ઈ-મેઇલ દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. આ સ્વીકૃતિ પ્રમાણપત્રની નકલ સંબંધિત જિલ્લાના કલેકટર, પ્રાંત અધિકારી તેમજ લાગુ પડતા બધા જ વિભાગોને પણ આપી દેવાશે જેથી MSME ઊદ્યોગકારને કોઈ જ કચેરીએ પરવાનગી માટે પ્રત્યક્ષ જવું ન પડે.

Okમુખ્યમંત્રીએ ઓનલાઈન રજીસ્ટ્રેશન વેબ પોર્ટલનો પ્રારંભ કરાવીને પોર્ટલમાં આવેલ પ્રથમ અરજી પ્રથમ મહિલા ઊદ્યોગ સાહસિકને તુરત જ સ્વીકારીને સ્વીકૃતિ પ્રમાણપત્ર ઈસ્યુ કર્યુ હતું. આ પોર્ટલ લોન્ચ થતા રાજ્યના ૩પ લાખ MSME એકમો ઉપરાંત નવા MSME શરૂ કરવા ઉત્સુક સાહસિકોને વધુ સરળતા મળતી થશે અને રોજગાર સર્જનમાં પણ માતબર વધારો થશે. ગુજરાતમાં હાલ કાર્યરત ૩૪ લાખથી વધુ MSMEનો તેજ ગતિએ વિકાસ તેમજ નવા MSME મોટા પાયે આકર્ષી શકાય તેમજ પારદર્શિતા-ટ્રાન્સપરન્સી અને રોજગાર સર્જનમાં વધારો થાય તે હેતુસર MSME એકમોને સ્થાપના અને સંચાલન માટે જરૂરી વિવિધ પ્રકારની મંજૂરીઓ-એપ્રુવલમાં છૂટછાટ આપવામાં આવી છે. રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં MSME ક્ષેત્રનું મોટું યોગદાન છે. આ ક્ષેત્ર ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપે છે તેમજ રોજગાર સર્જનમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

Whatsapp Image 2019 11 11 At 11.59.49 Am

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.