ડુંગળીના ભાવવધારાને નાથવા સરકાર ‘સ્ટોક મર્યાદા’ લાવશે

101

ખેડૂતોને રડાવતી ડુંગળી હવે ગ્રાહકોને રડાવી રહી છે

વધેલા ભાવી દેશમાં ૫૦ હજાર ટન બફર સ્ટોકમાંથી ૧૫ હજાર ટન ડુંગળી માર્કેટમાં વેંચાણ માટે મુકાયાનો કૃષિ મંત્રીનો દાવો

ચાલુ વર્ષે યેલા ભારે વરસાદના કારણે ડુંગળીના પાક મોટા પ્રમાણમાં ખરાબ ઈ જવા પામ્યો છે. જેની માંગ સામે પુરવઠો ઓછો રહેતા ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવો દેશભરમાં આસમાને પહોંચી જવા પામ્યા છે. સામાન્ય રીતે ડિસેમ્બરી ફેબ્રુઆરી વચ્ચે ડુંગળીનો નવો પાક આવતો હોય છે. ગત વર્ષે બમ્પર પાક તા ડુંગળીના ભાવો તળીયે જતાં ખેડૂતોને રાતાપાણીએ રડવાનો વારો આવ્યો હતો. પરંતુ ડુંગળીની તંગી સર્જાતા વધેલા ભાવોી ગ્રાહકોને હાલમાં રડવાનો વારો આવ્યો છે. ડુંગળી જેવા જીવન જરૂરી પાકોમાં દર વર્ષે ઉભી તી આવી પરિસ્િિત માટે કોલ્ડ સ્ટોરેજ જેવી બારે માસ સંગ્રહની માળખાકીય સુવિધા ઉપલબ્ધ નહીં ાય ત્યાં સુધી સમયાંતરે આવી સમસ્યા ઉભી તી રહેશે તેવું કૃષિ વિદોનું માનવું છે.

ગઈકાલે દેશભરમાં ડુંગળી પ્રતિ કિલો દીઠ રૂપિયા ૭૦-૮૦ના ભાવે વેચાઈ રહી છે. એક બાજુ મુંબઈ, બેંગ્લુરૂ, ચેન્નઈ, દહેરાદુનમાં છૂટક બજારોમાં ડુંગળી ભાવ ૭૫ થી ૮૦ રૂપિયાના રહેતા લોકો ડુંગળી ખરીદવામાંથી દૂર રહ્યાં હતા તો બીજી તરફ રાજધાની દિલ્હીમાં સરકારે સસ્તા ભાવે ડુંગળી આપવાનું શરૂ કર્યું છે. ૨૪ રૂપિયે કિલો ડુંગળી આપવાની મુખ્યપ્રધાન કેજરીવાલની જાહેરાત બાદ ડૂંગળી ખરીદવા લોકોની લાઈનો લાગી હતી. દિલ્હીના ઓખલા મંડી સહિતના વિસ્તારોમાં લોકો સસ્તા ભાવની ડુંગળી ખરીદી લેવા લાઈનો લગાવી દીધી હતી. દિલ્હી સરકારે મોબાઇલ વાન દ્વારા પણ ડુંગળી વેચવાનું શરૂ કર્યું છે. કૃષિ મંત્રીએ દેશમાં પૂરતો ભંડાર હોવાની વાત કરી છે તેમ છતાં પણ ડૂંગળીના ભાવો શા માટે ઘટવાનું નામ લેતા નથી તે મુદ્દે લોકોમાં રોષ છે. દિલ્હીમાં ડુંગળીનો રોજનો વપરાશ ૩૦૦૦ ટન છે તેની સામે પુરવઠો ફક્ત ૧૦૦૦ ટનનો છે. જો આવી જ સ્થિતિ ચાલુ રહી તો દિવાળી સુધીમાં ડુંગળીના ભાવ કિલોએ રૂા.૧૦૦ કે તેથી વધુ વધવાની સંભાવના છે. ડુંગળીના વધતા ભાવ અંગે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે એવું જણાવ્યું કે દેશમાં ડુંગળીનો પૂરતો ભંડાર છે તેથી આગામી થોડા દિવસોમાં ભાવ ઘટશે. નાફેડ જેવી એજન્સીઓ સપ્લાય વધારી રહી છે. નાફેડ દ્વારા બફર સ્ટોકથી સસ્તી ડુંગળીવેચાઈ રહી છે. ડુંગળીના ભાવો પર સરકારની નજર છે. ખેડૂતો અને ઉપભોક્તાઓના હિતોને ધ્યાનમાં રાખીને કેટલાક પગલા ભરાઈ રહ્યાં છે. મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારની પાસે ૫૬,૦૦૦ ટન ડુંગળીનો બફર સ્ટોક છે તેમાંથી ૧૬,૦૦૦ ટન માર્કેટમાં મૂકવામાં આવ્યો છે. સરકારે ડુંગળીનો પુરવઠો વધારવા કેટલાંક પગલાં લીધાં છે. આમ છતાં ડુંગળીના ભાવ વધી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે નવેમ્બરમાં બજારમાં નવો પાક આવવાની શરૂઆત થતાં સ્થિતિ હળવી બને અને ભાવ ઘટે તેવી સંભાવના છે. ડુંગળીના ઊંચા ભાવ મેળવવા અને નફો કમાવા માટે વેપારીઓ દ્વારા ડુંગળીની સંગ્રહાખોરી કરવામાં આવે છે. દર વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ડુંગળીના ભાવમાં આને કારણે વધારો થાય છે.

બફર સ્ટોકનું વેચાણ શરૂ કર્યા પછી પણ જો ડુંગળીના ભાવ વધશે તો સરકાર ડુંગળીના વેપારીઓ પર સ્ટોક લિમિટ મૂકવાનું વિચાર કરશે. તેમ ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને જણાવ્યું હતું. પાસવાને ઉમેયુર્ં હતું કે સ્ટોક લિમિટ મૂકતા પહેલા સરકાર કીંમતો પર કેટલાક સમય સુધી નજર રાખશે કારણકે તેને ખેડૂતોની પણ ચિંતા છે. ગ્રાહકોને રાહત આપવા માટે કેન્દ્રીય એજન્સીઓ નાફેડ અને એનસીસીએફ બફર સ્ટોકમાંથી ૨૨-૨૩ રૂપિયા કીલોના ભાવે ડુંગળી વેચી રહી છે. દિલ્હીમાં મધર ડેરીના સફલ સ્ટોર્સ પણ ૨૩.૯૦ રૂપિયા પ્રતિ કીલોના ભાવે ડુંગળી વેચી રહ્યાં છે.

વધેલા ભાવ બાદ ડુંગળીના ચોરીના બનાવો પણ વધી રહ્યાં છે. મહારાષ્ટ્રના નાસિકના એક ખેડૂતે તેના ગોદામમાંથી એક લાખની ડુંગળી ચોરાયાની ફરિયાદ કરી છે. ખેડૂત રાહુલ બાજીરાવ પગારે કહ્યું કે ૧૧૭ પ્લાસ્ટિકની બેગમાં ભરીને ૨૫ ટન ડુંગળી ગોદામમાં રખાઈ હતી. રવિવારે ૧૧૭ બેગ કોઈક ચોરીને લઈ ગયું હતું. બિહારના પટણામાં ચોરોએ ડુંગળીના ગોદામમાંથી ૩૨૫ બોરીની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરી થયેલી ડુંગળીની કિંમત ૮ લાખ હોવાનું જણાવાય છે. ગોદામ માલિકે અજાણ્યા લોકોની સામે ફરિયાદ નોંધાવી છે.

Loading...