બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા સરકારના નિર્ણયનો વિરોધ: લડતના એંધાણ

રીન્યુઅલ ફી નહીં ભરનારને વેલ્ફેર સભ્યપદે દુર કરાયા: તાલુકા અને જિલ્લા કક્ષાએ ભૌતિક સુનાવણી શરૂ કરવા હાઇકોર્ટમાં કરાશે રજુઆત

ડિસેમ્બરમાં બારનો કાર્યકાળ પૂર્ણ થાય છે, પણ બી.સી.જી.ની જાહેરાત ન થાય ત્યાં સુધી યથાવત સ્થિતિ જાળવાશે

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની મળેલી સાધારણ સભામાં ગુજરાત સરકાર દ્વારા મંત્રીઓને રર જેટલા દસ્તાવેજોમાં જે સોગંદનામુ કરવાની સત્તા આપવામાં આવી છે જે નિર્ણય સર્વાનુમતે સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવેલો છે.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા સોગંદનામાની સત્તા વકીલાતનો અનુભવ ધરાવતા માત્ર નોટરીઓ પાસે હોવો જોઇએ તેવી માંગણી કરેલી છે. દસ્તાવેજી પુરાવાઓ જયારે સંખ્યાબંધ વાર જયારે કોર્ટમાં કે અન્ય ટ્રીબ્યુનલોમાં પડકારવામાં આવે છે. ત્યારે તેવા દસ્તાવેજોની ખરાઇ પણા માટે કાયદાનું જ્ઞાન ખુબ જ જરુરી થઇ પડે છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા આ બાબતે સરકારના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મહેસુલમંત્રી, કાયદામંત્રીને લખીત આવેદન પત્ર આપવાનું નકકી કરેલુ છે. તેમજ નોટરી અસોસિએશન દ્વારા હાઇકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવે તો તેમાં પણ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા પક્ષકાર તરીકે જોડાઇને તલાટી-કમ-મંત્રીને આપેલી સત્તા પાછી ખેંચી લેવાની માંગણી કરવાની છે.

સાધારણસભામાં સર્વાનુમતે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના એડવોકેટ વેલ્ફેર ફંડના ત્રીજા વર્ષના સમયગાળા માટે વાર્ષિક રીન્યુઅલ ફી રૂ. ૧૫૦૦/- ધારાશાસ્ત્રીઓએ ભરવાનો સમય તા. ૩૦-૧૧-૨૦ સુધી આપવામાં આવેલો છે. તેમ જ જે ધારાશાસ્ત્રીઓએ આજદિન સુધી વેલ્ફેર ફંડની મેમ્બરશીપ ધારણ કર્યા પછી કોઇપણ રીન્યુઅલ ફી ભરેલી નથી તેવા ધારાશાસ્ત્રીઓને વેલ્ફેર ફંડના સભ્યપદેથી દુર કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે. તેમજ જે ધારાશાસ્ત્રીઓની વેલ્ફેર ફંડની એ કરતા વધુ સમયની રીન્યુઅલ ફી બાકી હોય તેવા તમામ ધારાશાસ્ત્રીઓને શો કોઝ નોટીસ આપીને વેલ્ફેર ફંડની રીન્યુઅલ ફી ભરવાની તક આપવાનું નકકી કરેલી છે. શો કોઝ નોટીસ મળ્યા બાદ ધારાશાસ્ત્રીઓ વેલ્ફેર ફંડની રીન્યુઅલ ફી નહિ ભરે તો તેમના વારસદારોને તેમના મૃત્યુ બાદ મૃત્યુ સહાય મેળવવા હકકદાર રહેશે નહિ તેમ સર્વાનુમતે નકકી કરવામાં આવેલી છે.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા તા. ૨૧-૧૨-૨૦ ના રોજ જે બાર એસો.નોમાં ચુઁટણીનો સમયગાળો પુર્ણ થતો હોય તેવા એસો.નોની ચુંટણી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી સર્વાનુમતે મુલત્વી રાખવાનું નકકી કરવામાં આવેલ છે.

બા કાઉન્સીલ ઓફ ગુજરાતની સાધારણસભામાં ગુજરાતના તાલુકા અને જીલ્લાની અદાલતોમાં ફીઝીકલ તાકીદે ચાલુ કરવા હાઇકોર્ટના ચીફ જસ્ટીસને લેખીત આવેદન પત્ર મોકલવાનું નકકી કરેલું છે.

હાઇકોર્ટના પૂર્વ કાર્યકારી ચીફ જસ્ટીસ અનંત દવે તેમજ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના માજી ચેરમેન શીરીષભાઇ  મોદી તથા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સભ્ય હિરાભાઇ એસ. પટેલના પુત્ર સહિતના કોરોને કારણે મૃત્યુ પામેલ શ્રઘ્ધાંજલી આપી મૌન પાળવામાં આવેલું છે.

બી.સી.જી. ના વાઇસ ચેરમેન  શંકરસિંહ ગોહિલ, ભરત ભગત, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા મેમ્બર દિલીપ પટેલ, દિપેન કે.દવે, અનિરુઘ્ધસિંહ ઝાલા, રમેશચંદ્ર પટેલ, જીતેન્દ્ર ગોળવાલા, પરેશ જાની, કરણસિંહ વાઘેલા, કિશોરકુમાર ત્રિવેદી, પ્રવીણ પટેલ, હિતેશ પટેલ, પરેશ વાઘેલા, મુકેશ કામદાર, ગુલાબખાન પઠાણ અને રણજીતસિંહ રાઠોનાઓએ ચર્ચા માં ભાગ લીધેલ.

Loading...