Abtak Media Google News

ઓપન કેટેગરીની ટુર્નામેન્ટ ૨૩મીએ અને અન્ડર-૯, ૧૩ અને ૧૭ની ૨૪મીએ ટુર્નામેન્ટ: આયોજકોએ ‘અબતક’ને આપી વિશેષ વિગત

તારીખ ૨૩ તથા ૨૪ જુનના રોજ નચિકેતા સ્કુલમાં વન્ડર ચેસ કલબ દ્વારા ચેસ ટુર્નામેન્ટનું જાજરમાન આયોજન રાખેલ છે. જે અંતર્ગત ઓપન કેટેગરીની ટુર્નામેન્ટ ૨૩ જુન શનિવારના રોજ ૧:૦૦ કલાકેથી રાખેલ છે તથા ૯ વર્ષ, ૧૩ વર્ષ, ૧૭ વર્ષથી નાના બાળકો એમ અલગ અલગ કેટેગરી મુજબ ટુર્નામેન્ટનું આયોજન ૨૪ જુનના ૮:૩૦ કલાકેથી રાખેલ છે. આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે માટે ૩૨૦૦૦ના કેશ પ્રાઈઝ-પ્રથમ ઈનામ ૬૦૦૦ તથા બાળકો માટે ટ્રોફી-ચેસ સેટ-મેડલ-ચેસબુક રાખેલ છે. ઓપન કેટેગરીમાં કુલ ૨૦ ઈનામો તથા અન્ય કેટેગરીમાં કુલ ૪૦ ઈનામો રાખેલ છે.

ચેસનું પઘ્ધતિ મુજબ વધુ સારી તૈયારી કરી શકે તે માટે વન્ડર ચેસ કલબ દ્વારા બાળકોને ચેસ બુકનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. બધા ખેલાડીઓ તથા કોચીસ માટે ડિનર, લંચ તથા બ્રેકફાસ્ટનું આયોજન કરેલ છે. તથા બહારગામથી આવતા ખેલાડીઓ માટે ઉતારાની પણ સારી વ્યવસ્થા રાખેલ છે. આ ટુર્નામેન્ટમાં બાળકોને પ્રોત્સાહન આપવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ, આર.એમ.સી.કમિશનર બંછાનિધિ પાની તથા ભાજપના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ પણ હાજર રહેનાર છે.

વધુમાં નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમના ચેરમેન સાંઈરામ દવે તથા કેમ્પસ ડિરેકટર અમિતભાઈ દવે, પ્રી.પ્રભુદાસ એન્જીનિયરીંગના ડિરેકટર જીમ્મીભાઈ દક્ષિણી, સંવેદના હાઈટસના ચેરમેન રાજેશભાઈ દફતરી, યુ-ટર્ન સ્પેકટેકલ્સ મોલના ચેરમેન ઉમેશભાઈ શેઠ, નાગરિક બેંકના ડિરેકટરસ, અક્ષરદીપ ગ્રુપ ઓફ કંપનીસના ડિરેકટર ચેતનભાઈ વિઠ્ઠલપરા, ગેસફોર્ડ ચેસ કલબના પ્રેસિડન્ટ નટુભાઈ સોલંકીએ પણ હાજરી આપવા સંમતિ આપેલ છે તથા ચીફ આરબીટર તરીકે જય ડોડીયા સેવા પ્રદાન કરશે. જૂજ એન્ટ્રી જ બાકી હોય તો વહેલા નામ નોંધણી કરાવવા માટે ટુર્નામેન્ટ ક્ધવીનર કિશોરસિંહ જેઠવાએ યાદીમાં જણાવેલ છે.

વધુ માહિતી માટે તથા વોટસએપ નામ નોંધણી માટે ગૌરવ ત્રિવેદી મો.૯૯૧૩૫ ૮૯૨૦૮, કિશોરસિંહ જેઠવા મો.૯૯૨૫૨ ૪૮૨૫૧, અભય કામદાર મો.૭૯૮૪૮ ૪૨૬૨૫નો સંપર્ક કરવાનો રહેશે. ફોર્મ સ્વીકારવા માટે ગેસફોર્ડ ચેસ કલબ-કિરીટ પાન, જોયાલુકાસ શો-રૂમ સામે યાજ્ઞિક રોડ, રાજકોટ વન્ડર ચેસ કલબ ૨૧૨/૨૧૩, ડેકોરા સ્કવેર સાધુવાસવાણી મેઈન રોડ, રાજકોટ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.