Abtak Media Google News

મંદિર પ્રવેશ માટે સુરક્ષાના કારણોસર વ્યવસ્થાપન સમિતિની સ્પષ્ટતા

દ્વારકાધીશ મંદિર દેવસ્થાન સમિતિ તરફથી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કેટલાક ઈસમો દ્વારા સામાજીક કાર્યકરનાં નામે દ્વારકાધીશ મંદિરનાક કમ્પાઉન્ડમાં ગેઈટ નં.૧ને ખોલવા માટેની માંગણી સાથે દ્વારકા ખાતે છેલ્લા કેટલાક દિવસોથી ઉપવાસ આંદોલન શ‚ કરવામાં આવ્યું છે. અને આ બાબતને યાત્રાળુઓની ધાર્મિક લાગણી સાથે જોડી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. સમિતિએ માહિતી આપતા જણાવ્યું છે કે દ્વારકાધીશ મંદિરનાં કમ્પાઉન્ડમાં પ્રવેશ માટેના ત્રણ ગેઈટ પૈકી સામાનઘર પાસેના ગેઈટ નં.૩ ઉપરથી યાત્રાળુઓની આવન જાવન માટેની વ્યવસ્થા વર્ષોથી અમલમાં છે. ક્મ્પાઉન્ડમાં આ દ્વારેથી પ્રવેશ કરી શ્રધ્ધાળુઓ મોક્ષદ્વાર ખાતેથી મંદિરમાં દ્વારકાધીશજીનાં દર્શન માટે પ્રવેશ કરે છે. મંદિરનાં કમ્પાઉન્ડમાં ગેઈટ નં.૧ અને ૨ સુરક્ષાના કારણોસર બંધ કરવામા આવેલા કે જેથી મંદિરમાં પ્રવેશ કરતા યાત્રાળુઓની અવર જવર નિયંત્રીત કરી શકાય.

ઉપવાસી આંદોલનકર્તા દ્વારા અપ પ્રચાર કરી આ વ્યવસ્થા કેટલાક અધિકારીઓ દ્વારા કરાવવામાં આવી હોવાનો અપ-પ્રચાર કરવામા અવે છે. જે સત્યથી તદન વેગળો છે. હકિકતમાં મંદિરની સુરક્ષા અંગેના સઘળા પાસાઓને નજરમાં રાખી ગેઈટ નં.૧ ને સને ૨૦૧૨થી એટલે કે છેલ્લા પાંચ વર્ષોથી અવર જવર માટે બંધ કરવામાં આવેલો છે. કેટલાક સ્થાનિક વેપારીઓના પ્રતિનિધિ દ્વારા આ નિર્ણયને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી નં. ૩૭/૨૦૧૩થી પડકારવામાં આવેલો પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટ વહીવટી પ્રક્રિયાના ભાગ‚પે લેવાયેલો નિર્ણયમાં દરમિયાનગીરી કરવાનો ઈન્કાર કરેલો અને જાહેર હિતની અરજી નકારી કાઢેલી.

મંદિરની સુરક્ષા અગ્રીમતાવાળી બાબત છે. ત્યારે કેટલાક ઈસમો દ્વારા પોતાની વ્યકિતગત પ્રસિધ્ધ અને કેટલાક હિત ધરાવતા વેપારીઓ દ્વારા તેમના અંગત ફાયદા માટે ચલાવવામાં આવતું આંદોલન ગેરવાજબી છે. દ્વારકાધીશ મંદિરમાં પ્રતિવર્ષ લાખો શ્રધ્ધાળુઓ દેશ વિદેશથી આવે છે. તેમના તરફથી આ સંબંધે કોઈ રજુઆત કે ફરિયાદ કરવામાં આવી નથી અને વર્તમાન વ્યવસ્થા સુચા‚‚પે અમલમાં મૂકાયેલી છે. ત્યારે દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા અખબારી યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ગેઈટ નં.૧ અને ગેઈટ નં.૨ વચ્ચે ફકત ૨૦ ફૂટનું અંતર આવેલું છે. અને હાલમાં ગેઈટ નં.૨ તથા ૩ યાત્રીકોની અવર જવર માટે ખૂલ્લા છે. ત્યારે યાત્રાળુઓને પ્રવેશ માટે કોઈ અસુવિધા પડે તેમ નથી તેમ કલેકટર દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.