Abtak Media Google News

હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો: સરકાર દ્વારા થતી જમીનની ફાળવણી બંધારણની દ્રષ્ટીએ અયોગ્ય

ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના ચુકાદામાં કહ્યું છે કે, સરકાર કોઈપણ વ્યક્તિગત અરજીઓને પાયામાં રાખીને જમીનની ફાળવણીનો નિર્ણય કરી શકે નહીં. બંધારણીય જોગવાઈઓ અનુસાર માત્ર અરજીના આધારે ગમે તેને જમીનની ફાળવણી કરવી એ અયોગ્ય ગણવામાં આવે છે. અત્યાર સુધી દરેક જિલ્લાઓમાં તંત્ર અરજીઓના આધારે કેટલાય સ્ળોએ જમીનોની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો ખુબ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. જો આ બાબતે ઉંડી તપાસ કરવામાં આવે તો મોટાપાયે ગેરરીતિ પણ સામે આવે તેવી પૂરેપુરી સંભાવના છે.

છેલ્લા ઘણા વર્ષોી અરજીઓના આધારે જમીનોની ફાળવણીના નિર્ણયો કરવામાં આવતા હતા પરંતુ આ પધ્ધતિ તદન અયોગ્ય હોવાનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે. બનાસકાંઠાની ગઢ ગ્રામ પંચાયત હેઠળ બનાસકાંઠાના કલેકટરે ગોદડભાઈ ગોઠીને ડાયમંડ પોલીસીંગ યુનિટ ફાળવણીની પ્રક્રિયા બાબતે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું. ફાળવણી સમયે એવી શરત મુકવામાં આવી હતી કે, કબજાના ૬ મહિના અંદર જગ્યામાં બાંધકામ વું જોઈએ અને ૨૦૦૨ના વર્ષ સુધી આ જમીનનો ઉપયોગ કરી શકાશે. જો કે, ફાળવણી બાદ ઉદ્યોગપતિ શરતોનું પાલન કરી ન શકતા જમીન ખાલસા કરવામાં આવી હતી.

કલેકટરના આ નિર્ણય સામે ગોઠી હાઈકોર્ટમાં ગયા હતા અને જમીનની ફરીી ફાળવણી કરવામાં આવે તેવી અપીલ દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી દરમિયાન ન્યાયધીશ પારડીવાલાએ કહ્યું હતું કે, સૌપ્રમ તો જમીનની ફાળવણી જે રીતે કરવામાં આવી છે તે જ અયોગ્ય છે. કોઈ પણ વ્યક્તિ રાજય સરકાર સમક્ષ અરજીના આધારે જમીનની ફાળવણીની માંગ કરી શકે નહીં. આ માટે હાઈકોર્ટે સુપ્રિમ કોર્ટ દ્વારા જમીન ફાળવણી અંગે અપાયેલા ચુકાદાને રિ-માર્ક તરીકે લીધો હતો.

સરકાર દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, જમીનની ફાળવણી માટે રાજય સરકાર દ્વારા પોલીસી તૈયાર કરવામાં આવી છે. જો કે હાઈકોર્ટે કહ્યું છે કે, પોલીસી તૈયાર ઈ હોય છતાં પણ જો બંધારણનો ભંગ તો હોય તો તે પ્રક્રિયા વી ન જોઈએ. વધુમાં નક્કી કરેલા ભાવે સરકાર જમીનની ફાળવણી કરે તે પણ અયોગ્ય જ ગણવામાં આવે છે. જો જમીનની ફાળવણી કરવી હોય તો તેના માટે જાહેરાત આપવી જોઈએ અને હરરાજી દ્વારા દરેક લોકોને જમીન ફાળવણી માટે મોકો આપવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.