Abtak Media Google News

વર્ષ ૧૯૭૮ પહેલા ગુજરાતમાં સ્થાયી થયેલા પરપ્રાંતિયોને રાહત પેકેજનો લાભ આપવા રાજય સરકારનો નિર્ણય

ગુજરાતમાં આર્થિક રીતે પછાત ગરીબ પરીવારને ૧૦ ટકા રાહત પેકેજ આપવાની ઘોષણા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી આ ઘોષણા કરવાથી ગુજરાત રાજય દેશનું પ્રથમ રાજય બન્યું છે કે જે આર્થિક પછાત વર્ગોને એટલે કે પરીવારને ૧૦ ટકા રાહત પેકેજનો લાભ આપશે. આ રાહત પેકેજને લઈ સરકાર દ્વારા નિર્ધારીત કરેલા નિયમોને મંજુરી આપી દેવામાં આવી છે જેમાં ઘર તથા જમીન સહિતના અનેકવિધ માપદંડોને પણ સામેલ કરવામાં આવ્યા છે. કહી શકાય કે આ રાહત પેકેજથી ગુજરાતીઓને સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે અને ૧૯૭૮ પહેલા ગુજરાતમાં સ્થાયી થયેલા પરપ્રાંતિયોને પણ આ સરકારના રાહત પેકેજનો લાભ મળવાપાત્ર રહેશે.

ગુજરાત સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ૧૯૭૮ની યાદી બહાર પાડવામાં આવી છે અને આ કરવા પાછળનું એકમાત્ર કારણ એ પણ છે કે ગુજરાતીઓના હિતોનું રક્ષણ કરી શકાય જેનો સીધો મતલબ એ થાય કે સરકારી નોકરી અને શિક્ષામાં રાહત પેકેજનો લાભ તે લોકો ઉપર લાગુ થશે જે ૧૯૭૮થી પહેલા ગુજરાત રાજયમાં વસતા હોય. સામાજીક ન્યાય તથા સશકિતકરણ વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર આ શરત પરપ્રાંતીયોને રાહત પેકેજ માટે અયોગ્ય સાબિત પણ કરી શકશે ત્યારે ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જણાવતા કહ્યું હતું કે, બીજા રાજયોથી આવતા લોકો રાહત પેકેજને લઈ કેન્દ્રની નોકરી માટે અપ્લાય પણ કરી શકે છે ત્યારે વિજય રૂપાણી સરકાર દ્વારા આર્થિક રૂપથી કમજોર તેવા પરીવાર જેમની વાર્ષિક આવક ૮ લાખથી ઓછી હોય તેમના માટે રાહત પેકેજ ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. ગુજરાત સરકારનો એકમાત્ર ઉદેશ એ છે કે યુવાનોને સરકારી નોકરી અને ઉચ્ચ શિક્ષણ આપવામાં મદદરૂપ થઈ શકે.

તેઓએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, સરકાર વધુ સીટો શૈક્ષણિક સંસ્થાઓ માટે અનામત રાખશે જેથી યુવાનોને આર્થિક રાહત પેકેજનો લાભ મળી શકે. ૧૦ ટકા રાહત પેકેજની જે વાત કરવામાં આવે છે તેમાં ૩૩ ટકા અનામત મહિલાઓ માટે પણ રાખવા સરકાર ધ્યાન કેન્દ્રીત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.