Abtak Media Google News

ઓનલાઈન ફુડ ઓર્ડર કરતાં ગ્રાહકનાં ખાતામાંથી ૨ લાખ રૂપિયા ઉપડી ગયા

દેશમાં દિન-પ્રતિદિન ઓનલાઈન વ્યાપારનો વેગ વધી રહ્યો છે પરંતુ તેને સિકયોરીટી આપવા માટે સરકાર અને ઓનલાઈન કંપનીઓ ઉણી ઉતરી છે ત્યારે ઈન્દૌરનાં ૪૨ વર્ષીય સોફટવેર એન્જીનીયરનાં ખાતામાંથી ૨ લાખ ‚પિયા ઉપડી ગયા જયારે તેને ઓનલાઈન ફુડ ઓર્ડર કર્યો હતો. એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, ઓરીયન્ટલ બેંક ઓફ કોમર્સ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિતની અનેક બેંકોને આ પ્રકારનાં સ્કેન્ડલ થવાથી ચેતવણી આપવામાં આવી છે. લોકોનો ક્રેઈઝ દિન-પ્રતિદિન ઓનલાઈન તરફ વધતો જોવા મળી રહ્યો છે પરંતુ તેને કેવી રીતે સુરક્ષિત રાખવા તે દિશામાં કંપની અને લોકો દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જેનાં કારણે ઓનલાઈન ફ્રોડ કરનારાઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થતા જોવા મળી રહ્યો છે. હાલ લોકોએ ઓનલાઈન શોપીંગ કરતા ચેતવું પડશે. કારણકે ખાતામાં પડેલી રકમ ગમે ત્યારે ચાંઉ થઈ જશે તેવું પણ સામે આવી રહ્યું છે.દેશને જયારે ડિજિટલ ઈન્ડિયા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે સૌપ્રથમ તો ઓનલાઈન વ્યવહારોને સુરક્ષિત કરવા માટે તમામ પ્રકારનાં પ્રયત્નો સરકાર દ્વારા લેવા ફરજીયાત સાબિત થયા છે પરંતુ દેશમાં ફ્રોડ કરનારાઓની સંખ્યા અને લોકોમાં જાગૃતતાનાં અભાવે તેઓએ તેમની મુડીને પણ ગુમાવવી પડી રહી છે. તેવી જ એક ઘટના ઈન્દૌર ખાતે ઘટી હતી જેમાં સોફટવેર એન્જીનીયર દ્વારા જયારે ફુડ ઓર્ડર કરવામાં આવ્યો તો કટકે કટકે તેનાં ખાતામાંથી ૨ લાખ ‚પિયા ઉપાડી લેવામાં આવ્યા હતા જેનો કોઈ તાગ ન મળતાં વ્યકિતએ આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.

દિન-પ્રતિદિન ઓનલાઈન ચીજ-વસ્તુઓમાં થતાં કૌભાંડોનાં કારણે લોકોનો જે ભરોસો પહેલા ઓનલાઈન પ્રત્યેનો હતો તે હવે રહ્યો નથી જેનાં માટે સરકારે નકકર પગલા લેવા પડશે અને લોકોનો ભરોસો ફરીથી કઈ રીતે ઓનલાઈન પર બેઠો થાય તે દિશામાં કાર્ય પણ કરવા પડશે. સરકારની સાથોસાથ લોકો કે જેઓ ઓનલાઈન વ્યાપાર કરવા અને ચીજ-વસ્તુ ખરીદવાને વધુ પ્રાધાન્ય આપે છે ત્યારે તેઓએ જાગૃતતા પણ કેળવવી પડશે જે પ્રાઈવેટ ડેટા ન આપવા અને ફર્જી એપ્લીકેશનોથી દુર રહેવા માટે શિક્ષિત પણ થવું પડશે જો આ સ્થિતિ યથાયોગ્ય રીતે આગળ વધશે તો ભારતનું જે ડિજિટલ ઈન્ડિયાનું સ્વપ્ન છે તે નજીકનાં સમયમાં પૂર્ણ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.