Abtak Media Google News

કોર્પોરેશન દ્રારા કાલથી બે દિવસ હોસ્પિટલને ઇ-ઓળખ માટે આઈ.ડી. અને પાસવોર્ડ આપશે

ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા જન્મ અને મરણની તમામ કામગીરી સંપુર્ણ ઓનલાઇન પ્રક્રીયાથી કરવા સારૂ વેબ પોર્ટલ તૈયાર કર્યું છે. આ પોર્ટલનું સરનામું  https://eolakh.gujarat.gov.in  છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં જન્મ  મરણ થયેલા તેમજ મૃત જન્મના થયેલાની નોંધણી ફરજીયાત પણે આજ પોર્ટલમાં કરવા માટે કમિશ્નર આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ, ગાંધીનગર દ્વારા ગત ૨૦મી ફેબ્રુઆરીએ હુકમ કર્યો છે.

રાજ્ય સરકારના હુકમ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ હોસ્પીટલને ઓનલાઇન તાલીમ આપી છે. જે તમામ હોસ્પીટલના યુઝર આઇ. ડી તેમજ પાસવર્ડ તૈયાર છે. તે તમામ હોસ્પીટલને તા. ૨૫ અને  ૨૬ના સવારે ૧૦:૩૦ કલાકથી સાંજના ૬:૦૦ કલાક સુધી ઇ-ઓળખમાં કામગીરી કરવા અર્થેના આઇ. ડી. અને પાસવર્ડ મેળવવા આવવાનું રહેશે જેની સાથે પોતાની હોસ્પીટલના નમુના-ક નું ધી બોમ્બે નર્સીંગ હોમ રજીસ્ટ્રેશનનું નમુનાક નું પ્રમાણપત્ર ની નકલ સાથે લાવવાની રહેશે અને તેનું ફોર્મ રાજકોટ મહાનગરપાલીકાની વેબ સાઇટ https://rmc.gov.in/rmcwebsite/docs/forms/HospitalRegistrationForm.pdf પર ઉપલબ્ધ છે તે ડાઉનલોડ કરી તેમાં વિગતો ભરી સહિ સિક્કા સાથે રજુ કરવાનું રહેશે. સાથો સાથ વોટસએપ ગ્રુપમાં પણ આ ફોર્મ મોકલવામાં આવેલ છે.

જો કોઇ હોસ્પીટલ આ તાલીમ બાકી રહી ગયેલ હશે તો ફોર્મ ભરવાની સાથે તેઓને તાલીમ ની વ્યવસ્થા જન્મ – મરણ વિભાગ દ્વારા કરી આપવામાં આવશે વિશેષ માહીતી અર્થે જન્મ મરણ વિભાગના સબરજીસ્ટ્રારને રૂબરૂ તેમજ ફોન નં ૦૨૮૧  ૨૨૨૧૫૮૧ પર સંપર્ક કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.