Abtak Media Google News

બોન્ડ રાઈટરો અરજદારોને કોર સ્ટેમ્પ આપતા જ નથી: મામલતદારોએ હાથ ધરેલા ચેકીંગમાં અનેક ચોકાવનારા ઘટસ્ફોટ થયા

શહેરની મામલતદાર કચેરીઓની બહાર બેસતા બોન્ડ અને પીટીશન રાઈટરો ઉપર ગઈકાલે મામલતદારોએ તવાઈ ઉતારી હતી જેમાં કચેરીઆમાં ઓનલાઈન સોગંદનામા છેલ્લા બે વર્ષથી બંધ હોવાનું તેમજ બોન્ડ રાઈટરો કોરા સ્ટેમ્પ અરજદારોને ન આપતા હોવાના ચોંકાવનારા ઘટસ્ફોટ થયા હતા.

બોન્ડ અને પીટીશન રાઈટર અરજદારો પાસેથી બેફામ પૈસા ખંખેરતા હોવાની અઢળક ફરિયાદો મળ્યા બાદ મામલતદારોએ ગઈકાલે બોન્ડ અને પીટીશન રાઈટર ઉપર દરોડા પાડયા હતા જેમાં પૂર્વ અને પ્રશ્ચિમ સહિતની મામલતદાર કચેરીમાં ઓનલાઈન સોગંદનામા છેલ્લા બે વર્ષથી બંધ હોવાનું ખૂલ્યું છે જો કે આ મામલે પ્રાંત અધિકારીઓએ અગાઉ આ મામલે અવાર નવાર ઓનલાઈન સોગંદનામાની કામગીરી કરવાનાં આદેશો આપ્યા હતા.

તેમ છતા ઓનલાઈન સોગંદનામાની કામગીરી છેલ્લા બે વર્ષથી અભેરાઈએ ચડી હોવાનો ચોકાવનારા ઘટસ્ફોટ થતા તમામ મામલતદારોએ આ સમગ્ર મામલે આક‚ વલણ દાખવ્યું હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં આ તપાસ દરમિયાન બોન્ડ રાઈટર અરજદારોને કોરા સ્ટેમ્પ આપતા નથી તેમજ જો અરજદાર અરજી લખાવે તો જ સ્ટેમ્પ પેપર આપતા હોવાનું પણ ખૂલ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે મામલતદાર કચેરીઓની બહાર બેસતા બોન્ડ રાઈટરો અરજદારો પાસેથી ૧૦૦ થી ૨૦૦ રૂપીયા ઉઘરાવીને લૂંટ ચલાવતા હોવાની છેલ્લા ઘણા સમયથી ફરિયાદો મળી હતી. ત્યારે મામલતદારોએ ચેકીંગ ડ્રાઈવ હાથ ધરીને તપાસ આદરતા બોન્ડ અને પીટીશન રાઈટરોમાં ફફાટ જોવા મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.