Abtak Media Google News

૬૦ દિવસમાં ચેકની રકમનું વળતર ન ચૂકવે તો વધુ બે માસની કેદ

શહેરમાં રહેતા મિત્રે મિત્રતાના દાવે આપેલા રૂ.૫ લાખનો ચેક પરત ફરતા મિત્રને ૧ વર્ષની સજા અને ચેકની રકમનું વળતર ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ શહેરમાં રહેતા જયવિરભાઈ વજુભાઈ કુવાડીયાએ મિત્રતાના દાવે કિશોરસિંહ ઝાલાને રૂ.૫ લાખ આપેલા જે રકમ પરત ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા જે અંગેની જાણ લીગલ નોટિસ દ્વારા કરવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અદાલતમાં નેગોશીએબલ એકટ હેઠળ ફરિયાદ કરી હતી.

કેસ કોર્ટમાં રજૂ થયેલા તેમજ બંન્ને પક્ષની મૌખીક તથા લેખીત પુરાવાઓ દલીલો તથા વડી અદાલતના ચુકાદાઓ ધ્યાને લેતા ફરિયાદી પોતાનું કાયદેસરનું લેણુ સાબીત કરી શકેલા હાયે અને આરોપી ચેકનું પેમેન્ટ સ્ટોપ શા માટે કરાવેલા તે સાબીત કરી શકેલ નહીં તે તમામ બાબતો ધ્યાને લઈ કોર્ટ આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂ.૫ લાખ ચેક મુજબનું વળતર દિવસ-૬૦માં ચુકવવાનો હુકમ કરેલો જે વળતરની રકમના ચુકવે વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કરેલો છે. જયવીરભાઈ કુવાડીયા વતી ધારાશાસ્ત્રી સંજયભાઈ ડાંગર, વિજયભાઈ ધમ્મર, જીતેન્દ્રસિંહ પરમાર તથા સાગરભાઈ મેતા રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.