Abtak Media Google News

ગરીબ-મઘ્યમ વર્ગને પરવડે તે રીતે મેડિકલ સુવિધાઓ આપવા સંચાલકોનું ઘ્યેય

૧૯મી મે ૨૦૧૯ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી દ્વારા અતિઆધુનિક સુવિધા પૂર્ણ તથા નિષ્ણાત તબીબો  સાથે ગોકુલ હોસ્પિટલ, કુવાડવા રોડનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. ગોકુલ હોસ્પિટલ, કુવાડવા રોડ ખાતે હ્રદયરોગની સારવાર, ન્યુરો એન્ડ સ્પાઇન સર્જરી, ક્રિટિકલ કેર, ઓથોપેડીક એન્ડ જોઇન્ટ રિપ્લેસમેન્ટ, પેટ તથા આંતરડાના રોગોની સારવાર, પથરી, પ્રોસ્ટેટ જેવા મૂત્ર માર્ગના રોગોની સારવાર ફેફસાના રોગોની સારવાર, જનરલ તથા લેપ્રોસ્કોપિક સર્જરી, પેથોલોજી, રેડિઓલોજી, એમ્બ્યુલન્સ સર્વિસ તથા ર૪ + ૭ ઇમરજન્સી સારવાર વગેરે જેવા વિભાગો કાર્યરત છે.

આ ઉપરાંત અત્રે મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજનાન તેમજ આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત હ્રદયરોગની સારવાર નિ:શુલ્ક થાય છે અને સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ અકસ્માત સહાય યોજના પણ ગોકુલ હોસ્પિટલ, કુવાડવા રોડ ખાતે ઉપલબ્ધ છે.

આ એક વર્ષની યાત્રા દરમિયાન ગોકુલ હોસ્પિટલ, કુવાડવા રોડ દ્વારા સામાજીકમ જવાબદારીના ભાગરુપે અનેક પ્રવૃતિઓ કરવામાં આવી છે જેમાં હોસ્પિટલના સ્પેશિયાલીસ્ટ અને સુપર સ્પેશિયાલીસ્ટ ડોકટરો દ્વારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ, શાળા, બેન્ક, સરકારી કર્મચારીનું હેલ્થ, ચેક-અપ હેલ્થ અવેરનેસ સેમીનાર સી.પી.આર ટ્રેનીંગ વગેરેનો સમાવેશ થઇ છે. પોરબંદર, જામનગર, જુનાગઢ, વેરાવળ, કેશોદ, જસદણ, ચોટીલા, ગોંડલ, લોધીકા, નિકાવા વગેરે જેવા સૌરાષ્ટ્રમાં ઘણાખરા વિસ્તારોમાં ગોકુલ હોસ્પિટલના તબીબોની ટીમ દ્વારા નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. હોસ્પિટલના ચેરમેન ડો. પ્રકાશ મોઢા તથા મેનેજીંગ ડાયરેકટર જગજીવનભાઇ સખીયા ગરીબ મઘ્યમ વર્ગને પરવડે તેવી વ્યવસ્થા આપવાનો ઘ્યેય છે.

હાલની પ્રવર્તમાન સંકટ ભરેલી પરિસ્થિતિમાં પણ ગોકુલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા અકસ્માતથી થતી ગંભીર ઇજાઓ કે હ્રદયરોગના હુમલા કે અન્ય માંદગીની પરિસ્થિતિમાં કોરોનાને લગતી તમામ સાવચેતી સાથે તાત્કાલીક સારવાર આપી દર્દીઓને નવજીવન આપવામાં સફળતા પ્રાપ્ત કરેલ છે.

એક વર્ષ દરમિયાન અંદાજે ૯૮૫૮ દર્દીઓને ગોકુલ હોસ્પિટલ દ્વારા સફળ સારવાર કરવામાં આવેલ છે. જેમાં તમામ પ્રકારની ગંભીર ઇજાઓ તેમજ ગંભીર પ્રકારની માંદગીનો સમાવેશ થઇ છે. કટોકટીની ક્ષણોમાં હોસ્પિટલના ઇમજન્સી નંબર ૭૯૦૦૦ ૧૦૮ ૧૦૮ પર  સંપર્ક કરવો ઉપરાંત વધુ માહીતી માટે પ્રણવ કીકાણી ૯૦૯૯૯ ૭૧૦૦૬ નો સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.