Abtak Media Google News

ઘરમા આપણે ગમે તેટલું માપીને રસોઇ બનાવીએ અમે છતા રસોઇ નથી વધી પડતી હોય છે. આવામાં અનેક લોકો ભુખ્યા મરે છે જેમને રાંધેલુ ધાન મળતુ નથી. તો આપણે રસોઇ ફેંકી દેવાય ? જરુરી નથી કે એક વખત રાંધેલી દરેક વસ્તુઓ ખરાબ થઇ જાય તેનો તમે અમુક ટ્રીક અને ક્રિએટીવ આઇડિયાની નવીનતમ ઉપયોગ થઇ શકો છો.

– ભાતના ઓસામણનું પાણી : હંમેશા આપણે ભાત રાંધી લીધા બાદ તેનું પાણી ફેંકી દેતા હોય છીએ પરંતુ તેને ફેંકવાને બદલે તમે તેનો ઉપયોગ ચટણીને  થીક બનાવવામાં અથવા વાળ સ્ટ્રેઇટ કરવ માટે કરી શકો છો.

– એલચીના ફોતરા : એલચીમાં અંદર રહેલા દાણાનો ઉ૫યોગ કર્યા બાદ તેને ફેંકી દેવાને બદલે તેને એક ડબ્બામાં સાંચવી રાખો. ચા અથવા દુધ બનાવતી વખતે તેનો ઉપયોગ કરો.

– ટામેટાની છાલ : જો તમે ટામેટાની છાલને ફેંકી દેતા હોય તો તેને બદલે તેમાં ચમચી એક ખાંડ, આદુ, લવિંગ અને કોથમીર નાખી વઘાર કરો. અને નમક ઉમેરો, તો તૈયા છે તમારી ટોમેટો ડીપ ડીપ ચટણી.

– વધેલી રોટલી : એક વખત બનેલી રોટલી બીજા દીવસે બગડતી નથી તેનો તમે અલગ રીતે ઉપયોગ કરી શકો છો. તેના માટે મીઠા વાળુ પાણી કરી રોટલી પર ચોપડો. હવે તેને માખણ નાખી શેકી લો હવે ઉ૫ર જે ચટણી બનાવતા શીખીને આપણે ટામેટાની તેની સાથે આ પરોઠા ખાઇ શકો છો.

– ઇન્સ્ટન્ટ પાઉભાજી : થોડા અમથાક વધેલા શાકભાજીને ફેંકવા કરતા તેમાંથી પાઉભાજી બનાવી શકો છો, જો શાક વધુ બની ગયુ હોય તો તેને સ્કવીઝ કરીને આદુ, લસણની પેસ્ટ, પાઉભાજીનો મસાલો નાખી તેને ફરીથી ફ્રાય કરી શકો છો.

– ડુંગળી : ડુંગળીની છાલનો પાઉડર બનાવી તેને ફુલ છોડમાં નાખવાથી તે ખાતર માફક કામ કરે છે.

– રસોઇની જડીબુટીઓ : તમે ફુદીનો, કોથમીર જેવી વસ્તુઓને સુકવીને તેનો સંગ્રહ કરી શકો ફ્રિઝમાં રાખી છો. જ્યારે મેથી કોથમીર, ફુદીના જેવી વસ્તુઓ સુકવીને એરટાઇટ ડબ્બામાં પેક કરી રાખી દો, તેનો ઉપયોગ કરવા સમયે પહેલાં તેને પાણીમાં પલાડી રાખો બાદમાં તેનો ઉપયોગ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.