Abtak Media Google News

બોલીવુડની ચાંદની અને હવાહવાઇ તરીકે જાણીતી અભિનેત્રી શ્રીદેવીએ કાયમી વિદાય લઇ લીધી છે. આશરે ૩૦૦ જેટલી ફીલ્મોમાં કમ કરનાર શ્રીદેવીના આકસ્મીક મોતથી ફીલ્મ ઇન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઇ ગઇ છે. અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ જણાવ્યું હતું છે કે, મારી કારકીર્દી માટે પ્રેરણારુપ ‘શ્રી’તો દેવી જ હતા. હું આજે જે સફળતાના સ્તરે છું તેમાં એક હાથ શ્રીદેવીનો પણ રહેલો છે.

પ્રિયંકા ચોપડાએ એક નોટમાં લખ્યું કે, દરેક અભિનેત્રી શ્રીદેવીની જેમ બનવા ઇચ્છે છે. શ્રીદેવી ભારતના પ્રથમ ફીમેલ સુપરસ્ટાર છે. તેણી મારા માટે પ્રેરણાનો સ્ત્રોત છે. શ્રીદેવીના મોતના સમાચાર સાંભળતા પ્રિયંકા ચોપડાએ ટવીટ કર્યુ હતું કે મારી પાસે શબ્દો નથી. હું સ્તબ્ધ છું આજનો દિવસ ડાર્ક ડે અંધારાનો દિવસ હોય

પ્રિયંકા ચોપડાઓ શ્રીદેવી સાથેના સ્મસ્મરણો પણ વાગોળ્યા હતા. પ્રિયંકાએ જણાવ્યું કે ડીસેમ્બરમાં જ શ્રીદેવી સાથે મુલાકાત થઇ હતી. તેઓ મારી સાથે બાથ ભરતા અને પ્રેમાળ વાતો કરતા શ્રીદેવી તેમની બંને પુત્રી જાન્હવી અને ખુશી વિશે પણ મારી સાથે વાતો કરતાં.

પ્રિયંકા ચોપડાએ નોટમાં વધુમાં લખ્યું હતું કે, શ્રીદેવી ખુબ જ જલ્દી આપણી વચ્ચેથી ચાલ્યા ગયા પરંતુ એજન્લસ કયારેય જતી નથી તે હંમેશા સાથે રહે છે અને એક તારલાની જેમ ઝળકે છે. પ્રિયંકાએ કહ્યું કે, થેન્કયુ ફોર ધ મેજીક શ્રી મેન મારી જીંદગીમાં એક ચમત્કાર કરવા માટે આભાર શ્રીમેમ હું હંમેશને માટે તમારી ચાહક રહીશ.જણાવી દઇએ કે, પ્રિયંકા ચોપડા હાલ ન્યુયોર્કમાં છે.

તેણીની આવવાનું નવો ટીવી શો ‘કવોનિકો’ માટે તેણી ત્યાં વ્યસ્ત છે. જેથી મુંબઇમાં શ્રીદેવીના અંતિમ દર્શનમાં પણ  પ્રિયંકા ચોપડા સામેલ થઇ ન હતી. પરંતુ શ્રીદેવી સાથે સ્મસ્મરણો વાગોળ્યા હતા અને ટવીટ કરી શ્રીદેવી માટે કહ્યું હતું કે ‘યે લ્મહે, યયે પલ હમ હર પલ યાદ કરેગે….યે મોસમ ચલે ગયે તો હમ ફરીયાદ કરેગે’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.