Abtak Media Google News

યાદવનો આસમાન સે ટપકે ખજુર પે લટકે જેવો ઘાટ: હાલ ચારા કૌભાંડ અંગે સાડા ત્રણ વર્ષની સજા કાપી જ રહ્યો છે લાલુ

ચારા ગોટાળા કેસમાં હજુ સલવાયેલબાજ છે ત્યારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાષ્ટ્રીય જનતા દળના ચીફ લાલુ યાદવની વધુ એક કૌભાંડમાં સંડોવણી અંગે આજે રાંચી કોર્ટમાં તેની સુનાવણી છે. જો કે ચારાકૌભાડી લાલુ પહેલાથી જ સાડા ત્રણ વર્ષ જેલની સજા ચુકવી રહ્યા છે. આજે સ્પેશિયલ સીબીઆઇ કોઇ ચાઇબાસા કેસ અંગે સુનવણી કરશે આ મામલામાં લાલુ યાદવ અને જગ્ન્નાથ મિશ્રા પર આરોપી લગાડવામાં આવ્યો છે.

આ મામલો ૧૯૯૨-૧૯૯૩ માં રૂ ૩૩.૬૭ કરોડ રૂપિયાની ખોટી નિકાસ અંગેનો છે. લાલુ પર આરોપ છે કે રૂ. ૩૩.૬૭ લાખના ખોટા નિકાસના દસ્તાવેજો બનાવી દર્શાવવામાં આવ્યા હતા પરંતુ તેનાથી માત્ર  રૂ ૭.૧૦ લાખ રૂપિયા જ ઉપયોગમાં લેવાયા હતા. આ મામલે લાલુ સહીત અન્ય ૫૬ આરોપીઓ છે. જેમાં ઝારખંડના પૂર્વ ચીફ સચિવ સજલ ચક્રવર્તી પણ સામેલ છે. જયારે ચાઇબાસા કેસ થયો ત્યારે સજલ સિંહભુમ જીલ્લાના ડેપ્યુટી કમિશ્નર હતા.

આ એવો ત્રીજો મામો છે કે જેમાં લાલુ યાદવ અને જગન્નાથ મિશ્રા આરોપી હોય જો કે લાલુ તો હજુ બિરસા મુંડા જેલમાં સજા કાપી રહ્યા છે. ચારાકૌંભાડ, ચાઇબાસા સિવાય લાલુની દોરાન્દા અને દુમકા કાંડમાં પણ સંડોવણી છે. લાગે છે કે લાલુના પાપનો ઘડો હવે છલકાય રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.