Abtak Media Google News

અંડરવર્લ્ડ ડોનના સાથીદાર ઇકબાલની હોટલ, ફાર્મહાઉસ સહિતની સાત સંપત્તિ પર ઇડીની કાર્યવાહી

અંડરવર્લ્ડ ડોન અને આતંકી ગતિવીધીઓ સાથે જોડાયેલ દાઉદ ઇબ્રાહીમ અને તેના સહયોગીઓ પર સરકાર સતત શંકજો કસી રહી છે ત્યારે દાઉદ પર સરકારે વધુ એક કાર્યવાહી કરી ઝટકો આપ્યો છે. દાઉદ ઇબ્રાહીમની સંપતિઓની નીલામીની સાથે હવે એન્કોર્સમેન્ટ ડાયરેકટોરેટ -ઇડીએ ઇકબાલ મીર્ચી અને તેના પરિવાર પર દરોડા પાડી આશરે ૨૨ કરોડની સંપતિ જપ્ત કરી છે.

ગેગસ્ટર ઇકબાલ મીર્ચી દાઉદનો કરીબી સાથીદાર છે. ઇકબાલ મીર્ચી પરની આ કાર્યવાહીથી દાઉદને મોટો ઝટકો લાગ્યો છે. સરકારે આ કાર્યવાહી પ્રીવેન્સન ઓફ મની લોન્ડ્રીંગ (પીએમએલએ)એકટ હેઠળ કરી ઇકબાલ મીર્ચીની કુલ સાત સંપતિ સીલ કરી છે. જેમાં બે હોટલ, એક સિનેમાહોલ, એક ફાર્મહાઉસ, બે બંગલા અને મહાબળેશ્ર્વરના પંચગનીમાં સાડા ત્રણ એકર જમીનનો સમાવેશ છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ૨૬મી સપ્ટેમ્બરે ઇડીએ ઇકબાલ મીર્ચી અને તેના પરિવાર વિરૂધ્ધ પીએમએલ એકટ હેઠળ કેસ નોધ્યો હતોે. જે અંતર્ગત મુંબઇના બિલ્ડર કપિલ વાધવાન, ધીરજ વાધવાન અને હુમાયુ મર્ચન્ટ સહિત કુલ પાંચની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ઇકબાલ મીર્ચીના બે પુત્ર આસિફ મેમણ અને જુનૈદ મેમણ તેમજ તેની પત્ની હાજરા મેમણ વિરૂધ્ધ બિનજામીન પાત્ર વોરંટ જારી કરતા હતા.

દાઉદ અને તેના ભાઇ ઇકબાલ કાસકરની અગાઉ જપ્ત કરાયેલી સંપતિઓની હરરાજીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. જે મુંબઇમાં આગામી ૧૦ નવેમ્બરે ઓનલાઇન ઓનલાઇન પ્લેટફોર્મ પર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.