Abtak Media Google News

બી.બી.એ. સેમ-૪ના આંકડા શાના પેપરમાં ૭ માર્કની ભુલ

પેપર સેટર વેલ્યુ લખતા ભૂલી ગયા

એ-ગ્રેડ ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક છરબડો સામે આવ્યો છે. આજના બી.બી.એ. સેમ-૪ના આંકડા શાના પેપરમાં ૭ માર્કસની ભૂલ બહાર આવતા વિર્દ્યાથીઓ મુંઝવણમાં મુકાયા હતા. થોડા જ દિવસો અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.કોમ.ની પરીક્ષામાં ટી.એન.રાવ કોલેજના વિર્દ્યાીઓને જૂના કોર્ષનું પેપર ધાબડી દીધું હતું. ત્યારે યુનિવર્સિટીનો છબરડો બહાર આવ્યો હતો. વધુ એકવાર બીજી તબકકાની પરીક્ષા ચાલુ છે ત્યારે આંકડા શાના પેપરમાં પેપર સેટરની ભૂલના કારણે ૭ માર્કસની ગડબડ થઈ હોવાનું બહાર આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીજા તબકકાની પરીક્ષા ચાલુ છે ત્યારે બી.બી.એ. સેમ-૪માં અંદાજીત ૩૪૧૭ જેટલા વિર્દ્યાીઓ પરીક્ષા આપી રહ્યાં છે. જેમાં આજે બી.બી.એ. સેમ-૪ના વિર્દ્યાીઓને આંકડા શા મેનેજમેન્ટનું પેપર લેવામાં આવ્યું હતું.

જેમાં પ્રશ્ર્ન નં.૩ના (બી)માં એક પ્રશ્ર્નમાં ગંભીર ભુલ બહાર આવી હતી. આ પ્રશ્ર્નમાં વિર્દ્યાીઓને કોષ્ટક મુજબ દાખલો ગણવાનો હોય છે. પરંતુ પેપર સેટરની એક ગંભીર ભુલ બહાર આવી છે. જેમાં આ પ્રશ્ર્નમાં પેપર સેટર વેલ્યુ આપતા ભુલી ગયા હોય વિર્દ્યાીઓને આ સીવાયનો અવામાં આપેલ દાખલો ગણવા માટે મજબૂર વું પડયું હતું. અવાર-નવાર યુનિવર્સિટીઓની પેપર દરમિયાન આવી ગંભીર ભુલો બહાર આવતી હોય છે. જેના લીધે વિર્દ્યાીઓનું ભવિષ્ય બગડે તેવી ભીતિ ઉભી થાય છે.

ઉલ્લેખનીય છે કે, આ ભુલને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડો.અમિત પારેખનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, આજના બી.બી.એ. સેમ-૪ના પેપરમાં પેપરમાં પ્રશ્ર્ન નં.૩ના (બી)માં પેપર સેટર પે-ઓફ ટેબલના દાખલામાં હાઉ રીચ પ્રિન્સીપાલ નામના બીજા પ્રશ્ર્નમાં વેલ્યુ લખતા ભુલી ગયા હોય, આ ગંભીર ભુલની જે તે કોલેજમાંથી ફરિયાદ આવતા તાત્કાલીક વેલ્યુ ઉમેરવામાં આવી હતી. પેપર નિયામકના જણાવ્યાનુસાર આજના બી.બી.એ. પેપરમાં ગંભીર ભુલ પેપર સેટરની બહાર આવી છે. જો કે, વિર્દ્યાીઓને વધુ નુકશાન ન તા ફકત બે માર્કની જ ભુલ હતી તે સુધારી દેવામાં આવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.