Abtak Media Google News

બધા જ તહવારોમાં દિવાળીનો તહેવાર કઈક અલગ જ ઉમંગ અને ઉલ્લાસ લઈને આવે છે. આપણાં બધા જ તહેવારનું કઈક અલગ જ મહત્વ હોય છે તેમાં પણ દિવાળી ૫ દિવસનો તહેવાર છે બધા જ દિવસોનું કઈક અલગ જ મહત્વ હોય છે એમાનો જ એક તહેવાર એટલે કે ધનતેરસ દિવાળીની પહેલા ધંતેરસની પૂજા નું કઈક અલગ જ મહત્વ હોય છે. ઘણા વર્ષોથી પરંપરા ચાલતી આવી છે કે ધનતેરસના દિવસે કઈક ખાસ વસ્તુ ખરીદવાનું મહત્વ કઈક અલગ અને શુભ માનવમાં આવે છે.

અને ખાસ તો એવું માનવમાં આવે છે કે સોનું ચાંદીની ખરીદી એ શુભ માનવમાં આવે છે. પરંતુ જરૂરી નથી કે બધા જ લોકો સોનું ચાંદી ખરીદી કરી શકે તેના સિવાય પણ અમુક ધાતુની ખરીદી કરી શકીએ છીએ  કહેવાઈ છે કે આ દિવસે ધાતુ ખરીદવાથી ભાગ્ય સારું બને છે.આ દિવસે બજટ અનુસાર સોનું ચાંદીના સિક્કા ઘરેણાં મુર્તિ વગેરે ખરીદવામાં આવે છે.

જો સોનું ચાંદીનો ખરીદી શકીએ તો તાંબું પણ ખરીદી શકીએ છીએ તે પણ શુભ ગણાય છે. તાંબું પણ આપની કિસ્મત ચમકાવી શકે છે.તાંબાના વાસણો પણ આ દિવસે ખરીદી શકાઈ છે. તાંબાના વાસણો ખરીદવા આ દિવસે ખૂબ શુભ ગણવામાં આવે છે. તાંબાનો ઉપયોગ આરોગ્ય માટે ખૂબ લાભદાયી હોય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.