Abtak Media Google News

ગુજરાત આયુર્વેદ બોર્ડ દ્વારા આયોજન

અંદાજે ૬૦૦ આયુર્વેદ નિષ્ણાંતો હાજરી આપશે

 ડેલીગેટ નોંધણી શરૂ

આયુર્વેદ રીસર્ચ કક્ષાના કેન્સર, કિડની, પંચકર્મ, જેવા વિષયો પર નામાંકિત ડોકટર્સનું વકતવ્ય

બોર્ડ મેમ્બર્સ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

ગુજરાત આયુર્વેદ બોર્ડ, અમદાવાદ દ્વારા સમગ્ર ગુજરાતમાં ઝોન પ્રમાણે એક દિવસીય આયુર્વેદ કોન્ફરન્સની શ્રૃંખલા ચાલુ કરેલ છે. જેના અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનની આગામી તા.૨૩.૧૨ રવિવારના રોજ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયારોડ, રાજકોટ ખાતે આયોજન કરેલ છે.આ પૂર્વે બોર્ડ દ્વારા અમદાવાદ, સુરત, ભાવનગર ખાતે સફળતા પૂર્વક કોન્ફરન્સનું આયોજન થયું હતુ.

આ કોન્ફરન્સ અંતર્ગત રાજકોટ શહેર તથા સૌરાષ્ટ્રના અંદાજે ૫૦૦ થી ૬૦૦ આયુર્વેદ સ્નાતકો ઉપસ્થિત રહેશે આ કોન્ફરન્સમાં આયુર્વેદના વિવિધ વિષયો પર ગુજરાતનાં નામાંકિત ડોકટર્સ પોતાના વકતવ્ય આપશે. આ કોન્ફરન્સમાં આયુર્વેદના રીસર્ચ કક્ષાના કેન્સર, કિડની, પંચકર્મ, વા-સાંધાના દુખાવા, પેઈન મેનેજમેન્ટ વિવિધ વિષયો પરના વકતવ્યો તેમજ નિષ્ણાંતો દ્વારા લાઈવ વર્કશોપનું આયોજન કરેલ છે.

કોન્ફરન્સ અંતર્ગત રજીસ્ટર્ડ આયુર્વેદ સ્નાતકોની નોંધણી ચાલુ છે. જેના અંતર્ગત પાર્ટીસીપેટ વૈધને ગુજરાત આયુર્વેદ બોર્ડ દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવશે તેમજ ડેલીગેટને બ્રેકફાસ્ટ, લન્ચની વ્યવસ્થા રાખેલ છે. અને તેમને ઉપયોગી એવી કીટ અને ગીફટ પણ આ કોન્ફરન્સની યાદગીરી રૂપે આપવામાં આવશે. આ કોન્ફરન્સને સફળ બનાવવા માટે રાજકોટ કાર્યક્રમના ઓર્ગેનાઈજીંગ સેક્રેટરી તેમજ બોર્ડ મેમ્બર ડો. સંજય જીવરાજાની, ડો. જયેશ રાજયગુ‚, ડો. જયસુખ મકવાણા તેમજ કમિટી મેમ્બર્સ, ડો. વિશાલ ભિમજીયાણી, ડો. પ્રશાંત ગણાત્રા, ડો. કે.એમ. જોષી, ડો. ભગવાનજી ફળદુ, ડો. કેતન ભિમાણી, ડો. જય માકડીયા, ડો. પ્રણવ ઉનડકટ, ડો.એકતા પટેલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ કોન્ફરન્સની વધુ વિગત તેમજ રજીસ્ટ્રેશન માટે ડો. જયેશ રાજયગુ‚ મો. ૯૮૨૫૫ ૮૩૬૧૮, ડો. વિશાલ ભીમજીઆણી મો. ૯૮૨૫૧ ૧૦૮૦૭, ડો. જયસુખ મકવાણા મો. ૯૪૨૮૨ ૦૪૦૮૯નો સંપર્ક કરવો.

સૌરાષ્ટ્રના દરેક શહેરમાં એસોસીએશન તથા અગ્રણી આયુર્વેદ ડોકટર્સ દ્વારા કોન્ફરન્સની ડેલીગેટ નોંધણી ચાલુ છે.આ કોન્ફરન્સના આયોજન માટે ઐમીલ, અથર્વવૈદા, ઈથીકેમ, ડાબર, કેડીલા, રાજસ્થાન ઔષધાલય,રૂપીન કંપનીઓનો સહયોગ મળેલ છે. રાજકોટ ખાતેની આ આયુર્વેદની કોન્ફરન્સમં ભાગ લેવા માટે ગુજરાત આયુર્વેદ બોર્ડના મેમ્બર ડો. જયેશ રાજયગુ‚એ ખાસ આયુર્વેદ સ્નાતકોએ અપીલ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.