Abtak Media Google News

ગેલેકસી કોટન એન્ડ ટેક્ષટાઈલ કંપનીની મોર્ગેજ રૂની ગાંસડી વેચી બાકી રહેતી રકમ જમા ન કરી ઓળવી ગયા

ગેલેકસી કોટન એન્ડ ટેક્ષટાઈલ પ્રા.લી.નાં ડાયરેકટર મારફત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનાં અધિકારીઓ વિરુઘ્ધ કંપનીનો માલ ગેરકાયદેસર રીતે ઓળવી જતા નુકસાનીનું વળતર સો કરોડનો દાવો દાખલ કરતા અદાલતે બેંકને નોટીસ ઈસ્યુ કરી છે. ગેલેકસી કોટન એન્ડ ટેક્ષટાઈલ પ્રા.લી. કંપની દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની કાલાવડ રોડ પરની શાખામાંથી રૂ.૧૬.૧૦ કરોડની લોન/ સી.સી. મેળવતી વખતે કંપનીએ બેંકમાં પોતાની મશીનરી, મિલકત તથા રૂની ગાસડીઓ મોર્ગેજમાં મુકેલ. કોટનમાં મંદી જેથી કંપની બેંકનાં નિયમિત હપ્તા ભરપાઈ કરી શકેલા નહીં જેથી કંપનીનું ખાતુ એન.પી.એ. કરવામાં આવેલુ અને કંપનીએ બેંકમાં જે રૂની ગાસડીઓ મુકેલી હતી તે રૂની ગાસડીઓનું બેંકે વેચાણ કરેલુ અને આ વેચાણમાંથી બેંકને રૂપિયા રૂ.૧૪.૮૩ કરોડ ઉપજેલા. આ રકમ બેંકે કંપનીને તેના ખાતામાં જમા આપવાના બદલે પોતાની રીતે ચાઉ કરી ગયેલા. જે સંબંધેની હકિકત પક્ષકારો વચ્ચે ચાલતા ડી.આર.ટી. લીટીગેશનમાં જણાવેલું હોવા છતાં ખોટી પુરશીષો રજુ કરી ડીઆરટીને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરેલો. આમ બેંકને રૂ.૧૪.૮૩ કરોડ ઉપજેલા હોવા છતાં કંપનીની ૧૮૫૧ રૂની ગાસડી બેંક પાસે બાકી રહેલા જેથી કંપનીએ બેંકને વિનંતી કકરેલી કે બાકી રહેતી રકમ રૂ.૨.૩૮ કરોડ કંપની ભરપાઈ કરવા તૈયાર છે. કંપનીની સ્થાવર મિલકત વેચાણ તેના પૈસા ખાતામાં જમા આપેલા નહીં. આમ બેંકે કિન્નાખોરી રાખી આર.બી.આઈની જોગવાઈઓનું ગેરકાયદેસર ઉલ્લંઘન કરીને તથા સીકયુરાઈઝેશન એકટનું ગેરકાયદેસર મનઘડત અર્થઘટન કરતા જેથી કંપનીએ બેંક વિરુઘ્ધ રૂપિયા સો કરોડનો વળતર મેળવવાનો દાવો દાખલ કરતા જેમાં અદાલતે બેંકને નોટીસ કરી છે. ગેલેકસી કોટનવતી એડવોકેટ તરીકે જતીન ઠકકર રોકાયેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.