Abtak Media Google News

ગુજરાતમાં જી.આઈ.ડી.સી. ઔદ્યોગીક વસાહતો લઘુ ઉદ્યોગો માટે કરોડ રજજૂ ગણાય છે. પરંતુ છેલ્લા ૧ વર્ષમા વિવિધ પરિસ્થિતિને લઈને જી.આઈ.ડી.સી.માં અનેક કારખાનાઓને તાળા મારવા મજબુત થઈ ગયા છે.

ગુજરાતમાં એક તરફ ઔદ્યોગીક વિકાસ અને સમૃધ્ધિના આંકડાકીય અજવાળાના દાવાઓ થઈ રહ્યા છે. જયારે વાસ્તવીક રીતે ગુજરાતની જી.આઈ.ડી.સી. કાર્યરત નાના ઉદ્યોગો મરણ પથારીએ પહોચી ગયા છે.

રાજયનાં ૧૯ જીલ્લાઓમાં કાર્યરત જીઆઈડીસીઓના ૩૧૧ જેટલા ક્લસટર ઉદ્યોગ વિવિધ કાણણોસર બંધ કરી દેવામાં આવ્યા છે.

સુરતમાં ૧૦૧ થી વધુ કારખાનાઓ બે વર્ષમાં બંધ થ, ગયાની હકિકતનો અરિસો વિધાનસભામાં પુછાયેલા જવાબમાં સરકારે જી.આઈ.ડી.સી.નાં સંચાલકોનાં હવાલાથી આપ્યો હતો.

ગુજરતામાં જી.આઈ.ડી.સી.ની. કથળેલી હાલતમાં સુરત પછી અમદાવાદ, વડોદરા, કચ્છ, ભાવનગર, સાબરકાંઠા અને નવસારીની હાલત ખરાબ જણાવાય રહી છે. સતાવાર રીતે સરકારે રજૂ કરેલા જવાબમાં ભરૂચમાં ૩૫, પોરબંદરમાં ૩૧, વડોદરામાં ૨૩, કચ્છમાં ૧૭, બનાસકાંઠામાં ૧૦ અમરેલી, ૭ ભાવનગરમાં ૧૫, અરવલ્લીમાં ૭, અમદાવાદમાં ૧૬ અને પંચમહાલમાં ૧૨ સહિત તમામ કારખાનાઓ છેલ્લા ૨ વર્ષમાં બંધ થયાનું સરકારે કબુલ્યું છે.

સામુહિક રીતે આટલી મોટી સંખ્યામાં કારખાનાઓ બંધ થવાના કારણે અંગે જીસીસીઆઈ પ્રમુખ જયમીન વસાએ જણાવ્યું હતુ કે કારખાના બંધ થવાના કારણોના એક તો બીજા રાજયોમા વધુ કર લાભ મળતો હોવાથી કારખાનાઓનું સ્થળાંતરા મુખ્ય ગણવામાં આવે છે. સાણંદ જીઆઈડીસીના પ્રમુખે જણાવ્યું હતુ કે સરકારની બદલતી જતી નીતિઓનાં કારણે અનેક કારખાનાઓ બંધ કરવાની ફરજ પડી છે. ગુજરાત ઔદ્યોગિક એશો. ફેડરેશનનાં શાહે ગુજરાતમાં જીઆઈડીસીમાં પ્રવર્તી સુવિધાઓનાં અભાવને કારણે ઉદ્યોગ સંચાલન મુશ્કેલ છે. બીજી તરફ સકાર દ્વારા અપાતી સુવિધાઓ છતા દર વર્ષે કારખાનાઓ બંધ થવાનીઆ સ્થિતિને જો રોકવામાં નહી આવે તો ગુજરાતનાં નાના ઉદ્યોગોનું આખુ માળખુ પડી ભાંગશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.