Abtak Media Google News

સ્કોર્પીયોમાં ઘસી આવેલા સાત જેટલા શખ્સોએ માર મારી ધમકી દઇ ફરાર

રાજકોટના કુવાડવા રોડ પર આવેલા નવાગામ શક્તિનગર સોસાયટીના યુવાનને ભાડલા ખાતે યોજાયેલા લગ્ન પ્રસંગમાં દાંડીયા રાસ દરમિયાન ભટકાતા થયેલી બોલાચાલીના કારણે રાણીંગપર ગામે સ્કોર્પીયોમાં જઇ બંદુકના કુંદા મારી ખૂનની ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નવાગામ પાસે આવેલી શક્તિ સોસાયટીમાં રહેતા ભરતભાઇ પૂંજાભાઇ પરાલીયા નામના કોળી યુવાને ચોટીલા તાલુકાના પાંચવડા ગામના નારણ મોટાળીયા, તેનો ભત્રીજો, રસીક અને પાંચ જેટલા અજાણ્યા શખ્સોએ બંદુકના કુંદા અને પાઇપથી માર મારી ખૂનની ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

ભરતભાઇ પરાલીયા સંબંધના લગ્ન પ્રસંગમાં ભાડલા ગામે ગયા હતા ત્યારે દાંડીયા રાસ દરમિયાન ભટકાતા નારણ મેટાળીયા સાથે બોલાચાલી થઇ હોવાથી સ્કોર્પીયોમાં કારમાં આવી હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છં. પી.એસ.આઇ. એન.એચ.જોષી સહિતના સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.