Abtak Media Google News

સાયલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ મહેન્દ્રસિંહ ઝાલા, હે.કો.વાજસુરભાઈ ગઢવી, પો.કો.રવીરાજસિંહ ઝાલા વિગેરે સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ. રવીરાજસિંહ ઝાલાને બાતમી મળેલ કે, સામતપર ગામે જાહેરમાં જુગાર રમાય છે.

સાયલા પોલીસ ટીમને મળેલ બાતમીના આધારે સામતપર ગામે ખોડિયાર માના મઢ પાસે લાઈટના અંજવાળે ખુલ્લી જગ્યામાં સાયલા પોલીસ ટીમ દ્વારા રેઈડ કરવામાં આવતા પતાપાનાથી પૈસા વડે જુગાર રમતા આરોપીઓ મનસુખભાઈ દેવશીભાઈ, ગોપાલભાઈ પરભુભાઈ, રાણાભાઈ કાળુભાઈ, રઘુભાઈ છગનભાઈ, મનસુખભાઈ વજાભાઈ, મુકેશભાઈ સોમાભાઈ તથા જેરામભાઈ લાલજીભાઈને રોકડ રકમ ૧૩,૧૮૦/- તથા મોબાઈલ ફોન-૨ કિં.રૂ.૧૦૦૦ મળી કુલ રૂપિયા ૧૪,૧૮૦/-ના મુદામાલ સાથે પકડી પાડી ધરપકડ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.