Abtak Media Google News

રાજકોટ, ગ્રામ્ય, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, દ્વારકા અને બોટાદમાં ૧૫ વાહન ડીટેઇન કરાયા

કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો હોવાથી ભારતમાં કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા લોક ડાઉન ૪ની ગઇકાલે જાહેરા કરાયા બાદ લોકડાઉનમાં લટાર મારવા નીકળેલા સૌરાષ્ટ્રના ૪૯૭ શખ્સોની પોલીસે લોક ડાઉનના જાહેરનામા ભંગના ગુનામાં ધરપકડ કરી છે. રાજકોટ, રૂરલ, મોરબી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, બોટાદ, અમરેલી, પોરબંદર, અને સુરેન્દ્રનગર પોલીસે લોક ડાઉનનો અમલ કરાવવા ૧૫ વાહન ડીટેઇન કર્યા છે.

રાજકોટ શહેરના ત્રિકોણ બાગ, એસ્ટ્રોન ચોક, હાથીખાના ચોક, મંગળા રોડ, મક્કમ ચોક અને વિજય પ્લોટ પાસેથી ૯ શખ્સોને એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. નવાગામ પાસેથી ૧૧ શખ્સોને કુવાડવા પોલીસે ધરપકડ કરી છે. કોઠારિયા રોડ, રણુજા મંદિર અને કોઠારિયા સોલવન્ટ પાસેથી ૧૧ શખ્સોની આજી ડેમ પોલીસે ધરપક કરી છે. રૈયા ટેલિફોન એકસચેન્જ પાસેથી એક શખ્સને ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે.

રાજકોટ ગ્રામ્યના જામકંડોરણા ૩, જેતપુરમાં ૫, ગોંડલમાં ૪, વિરપુરમાં ૨, ઉપલેટામાં ૨ અને ભાયાવદરમાં ૩ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. બોટાદમાં ૧૫, દેવભૂમિ દ્વારકામાં ૧૫, ગીર સોમનાથમાં ૧૯, પોરબંદર ૭૫, મોરબીમાં ૧૫, ભાવનગર ૧૦૪, સુરેન્દ્રનગર ૨૦, જૂનાગઢમાં ૧૧૦, જામનગર ૨૬, અને અમરેલી ૫૯, શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે ૧૫ વાહન ડીટેઇન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.