Abtak Media Google News

ઓલ ઈન્ડિયા પોસ્ટલ એમ્પ્લોઈઝ યુનિયન જીડીએસ સીએચકયુ દિલ્હી તેમજ ફેડરેશનના આદેશ મુજબ આશરે ત્રણ લાખ જીડીએસ કર્મચારીઓ તા.૨૨-૦૫-૨૦૧૮ થી “કમ્લેશ્ર્ચન્દ્ર જીડીએસ કમિટીની તમામ હકારાત્મક ભલામણો સ્વીકાર કરી તાકીદે તા.૧-૧-૨૦૧૬ થી અમલ કરાવવા માંગ સો દેશભરમાં અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે. ગોંડલ ડિવિઝન તેમજ રાજકોટ ડિવીઝન સેક્રેટરી પી.સી.વસોયા તેમજ જયંતીભાઈ સોરઠીયાના જણાવ્યા મુજબ ગુજરાતના તમામ જીડીએસ કર્મચારીઓ રાષ્ટ્ર વ્યાપી હડતાલમાં જોડાયા છે.

સતત આઠમાં દિવસે પોસ્ટ વિભાગના ગ્રામીણ ડાક સેવકોએ ધરણા યોજી વિરોધ નોંધાવ્યો છે.એનએફપીઈ ગુજરાતના સીનીયર પૂર્વ લીડર એસ.કે.વૈષ્ણવ તેમજ જીડીએસ એનએફપીઈ સીનીયર લીડર શરદભાઈ તેરૈયાએ વિશેષ માહિતી આપતા જણાવ્યું કે, જીડીએસ સો ઘોર અન્યાય થઈ રહયો છે.

સરકારે વર્ષ ૨૦૧૫માં જીડીપી કર્મચારીના પગાર સુધારણા-સવલતો-સુવિધા નિયમોના બદલાવ બાબતે પોસ્ટ ખાતાના ડી.જી.કક્ષાના નિવૃત અધિકારી કમલેશ્ર્ચંદ્રને જીડીએસ કમિટીના અધ્યક્ષ બનાવેલા. આ જીડીએસ કમિટીએ માત્ર એક વર્ષમાં જ આ જીડીએસ કમિટીનો અહેવાલ સરકારને નવેમ્બર ૨૦૧૬માં સોંપ્યો હતો પરંતુ સરકારની ઘોર ઉપેક્ષાથી હજુ કેબીનેટની બહાલી મેળવવાની બાકી છે. આ અસાધારણ વિલંબ ઘોર ઉપેક્ષાના વલણી દેશભરના જીડીએસ કર્મચારીઓ ખૂબજ ઉગ્ર રોષ સાથે ડુ ઓર ડાયના નારા સો જયાં સુધી જીડીએસ કમિટીનો અહેવાલ સ્વીકાર વાની જાહેરાત નહીં થય ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં હડતાલ સમેટશે નહીં તેવી ચીમકી આપી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.