Abtak Media Google News

સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈ ચીફ આલોક વર્માની અરજી ઉપર સુનાવણી થઈ છે. આલોક વર્માને રજા પર મોકલી દેવામાં આવ્યા હોવાથી અને તેમની પાસેથી તમામ અધિકારો લઈ લેવાના કેન્દ્ર સરકારના નિર્ણયને તેમણે કોર્ટમાં પડકાર્યો હતો.

સીબીઆઈ કેસના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, તેઓ આ કેસ જોઈ રહ્યા છે. તેમણે સીવીસીને તેમની તપાસ આગામી 10 દિવસમાં પૂરી કરવા કહ્યું છે. આ તપાસ સુપ્રીમ કોર્ટના જજની દેખરેખમાં થશે.આલોક વર્મા તરફથી FS નરીમન દલીલ કરી રહ્યા છે. તેમણે તેમની દલીલમાં 2 વર્ષના કાર્યકાળનો ઉલ્લેખ કર્યો છે. નરીમને આ દરમિયાન વિનીત નારાયણ કેસનું ઉદાહરણ છે. આલોક વર્મા તરફથી નરીમને સુપ્રીમ કોર્ટને કહ્યું કે, દિલ્હી સ્પેશિયલ પોલીસ ઈસ્ટેબલિશમેન્ટ એક્ટ લાગુ થવો જોઈએ.

રાકેશ અસ્થાના તરફથી પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. તેમણે આલોક વર્માને સીબીઆઈના ડિરેક્ટર પદ પરથી હટાવવાની માગણી કરી છે. અરજીમાં રાકેશ અસ્થાનાએ કહ્યું છે કે, તેમને સીબીઆઈના શિકાર બનાવવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.