Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રી મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિતે સવારમાં પ્રભાત ફેરી, સ્વચ્છતા અંગેના શપથ ગ્રહણ તેમજ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા પદાધિકારીશ્રીઓ.

શ્રી મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત માધ્યમિક શાળાના વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા સ્વચ્છતાના સંદેશ સાથે સવારે મહાત્મા ગાંધી હાઇસ્કુલ (આલ્ફ્રેડ હાઇસ્કુલ)થી જ્યુબેલી બાગ ખાતે આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમા સુધી ભવ્ય પ્રભાત ફેરીનું આયોજન કરાયું હતું. ત્યારબાદ ઉપસ્થિત સૌએ સ્વચ્છતાના શપથ ગ્રહણ કરેલ અને મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા.

04Rmc Swachata Railly ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, મહાનગરપાલિકાના શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, પૂર્વ મેયર ડૉ.જૈમન ઉપાધ્યાય, પૂર્વ ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, વોટર વર્કસ કમિટી ચેરમેન બાબુભાઈ આહીર, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, સમાજ કલ્યાણ કમિટી ચેરમેન આશિષભાઈ વાગડિયા, માર્કેટ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ કમિટી ચેરમેન અંજનાબેન મોરજરીયા, શિશુ કલ્યાણ કમિટી ચેરમેન રૂપાબેન શીલુ, કાયદો અને નિયમો કમિટી ચેરમેન શિલ્પાબેન જાવિયા,પ્લાનિંગ કમિટી ચેરમેન અનિતાબેન ગોસ્વામી, બાગ બગીચા અને ઝું કમિટી ચેરમેન વિજયાબેન વાછાણી, શિક્ષણ સમિતિ વાઈસ ચેરમેન અલ્કાબેન કામદાર, કોર્પોરેટર મીનાબેન પારેખ, દુર્ગાબા જાડેજા, વર્ષાબેન રાણપરા, રાજકોટ શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ તેમજ મ્યુનીસીપલ કોર્પોરેશનના અધિકારીશ્રીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રી લાલબહાદુર શાસ્ત્રીની ૧૧૫મી જન્મજયંતી નિમિતે લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા પદાધિકારીશ્રીઓ

06Lalbhadurshashtri Hartoraશ્રી લાલબહાદુર શાસ્ત્રીની ૧૧૫મી જન્મજયંતી નિમિતે લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, મહાનગરપાલિકાના શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, પૂર્વ ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, માર્કેટ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, કાયદો અને નિયમોની કમિટી ચેરમેન શિલ્પાબેન જાવિયા તેમજ મ્યુનીસીપલ કોર્પોરેશનના અધિકારીશ્રીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.