રીબડામાં શુક્રવારે પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના જીવતા મરશિયા જન્મદિવસે જ મરશિયા

247

ડાયરામલ્લ દેવીપુત્રો કવિરાજ ભીખુદાન ગઢવી, હમીરદાન ગઢવી, રાજભા ગઢવી, હરેશદાન સુ‚, બ્રિજરાજદાન ગઢવી સહિતના મરશિયા ગાશે

રીબડા ગામના ક્ષત્રીય અને અન્ય સમાજની ૧૧૧ દીકરીઓને ૬ ગ્રામના સોનાના ઇંયરીંગ ક્ધયાદાન સ્વરુપે અપાશે

રીબડા ખાતે આગામી તા.ર૪મીએ શુક્રવારે મહિપતસિંહ ભાવુભા જાડેજાના ૮૩માં જન્મદિને જ ખુદના મરશિયાની મોજ કાર્યક્રમનું રાત્રીના ૮.૩૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મંગળવારે રીબડા ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પત્રકાર પરિષદમાં મહિપતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, અનિરુઘ્ધસિંહ જાડેજા અને રાજદિપસિંહ જાડેજા સહિતના ઉ૫સ્થિત રહ્યા હતા.

માજી ધારાસભ્ય અને ક્ષત્રીયસેનાના પ્રમુખ મહિપતસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, ઇશ્ર્વરે મને ઘણું બધું આપ્યું છે. ખેતી સંપતિ થકી પરિવાર આજે ખુબ જ સુખી છે. ત્યાર પછી જે વઘ્યું છે તે પ્રજાના હિતમાં અને લોકોને મદદ માટે વાપવરાનું નકિક  કર્યુ છે.

મરશિયા સાંભળવા પણ એટલા કઠિન છે કે જેવા તેવાનું કામ નહીં. વર્ષો પહેલા સોમનાથની સખાતે યુઘ્ધ લડવા ગયેલા હમીરજી ગોહિલના જીવતા મરશિયા ગવાયા હતા અને ત્યારબાદ ઇતિહાસમાં પ્રથમ વખત જીવતા મરશિયા મારા ગવાશે. આ કાર્યક્રમ થકી મારા સમાજના લોકોને એ જ સંદેશો આપવો છે કે તેઓ કશું ખોટું ન કરે, અત્યાચારનો સામનો ન કરે એ જ ખરો રાજપૂત કહેવાય, શુક્રવારે મારે જીવતા જ મારા મરશિયા કેવા ગવાય છે તે માટેનો કાર્યક્રમ રાખ્યો છે. આ પ્રસંગે દોઢથી બે લાખ લોકો ઉમટે તેવી શકયતા છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે ૬ થી ૮ દરમિયાન રીબડા ગામના ક્ષત્રીય સમાજની તથા અન્ય અપર્ણીત ૧૧૧ દિકરીઓને ક્ધયાદાનમાં સોનાના ઇંગરીગ આપવામાં આવશે. તેમજ ગામના જરુરીયાત મંદ લોકોને બ્રાહ્મણ, તરગારા, ભરવાડ, વાણંદ, હરીજન, વાલ્મીકી સમાજના લોકોને આર્થિક મદદ કરવી છે. ર૪મીએ જીવતા મરશિયા સાંભળવા મારા માટે ખુશીનો દિવસ હશે. શુક્રવારે સાંજે ૮.૩૦ થી ૧૧.૩૦ મરશીયાની મોજ બાદ સવાર સુધી લોકસાહિત્ય ડાયરો યોજાશે.

આ કાર્યક્રમમાં પધારવા મહિપતસિંહ ભાવુભા જાડેજા, રાજેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા અને અનિરુઘ્ધસિંહ મહિપતસિંહ જાડેજાએ નિમંત્રણ પાઠવ્યું છે.

Loading...